________________
સિમ્યગ્દર્શન
[૧૩૭] ગપ્પાં મારવાને સમય છે?” પેલે કહે કે મારા ખરચે હું તમને ચા પાઈશ, તે તમે તરત કહેશેઃ “તું સમજ કેમ નથી. મારી પાસે સમય બહુ થડે છે, તેને હું કેવી રીતે નકામે વાપરી શકું? સાંજે લગ્ન છે અને બધી તૈયારીઓ કરવાની છે.” - જ્ઞાનીઓ કહે છે કે પરણવા બેઠેલે માણસ પણ આવી ભૂલ નથી કરતે, છતાં કરે તો ય એને એટલું નુકસાન ન થાય જેટલું આ આત્મા પ્રમાદ કરે તે થાય. છતાં મનુષ્ય તો પિતાને કીમતી સમયને વેડફી જ રહ્યો છે. ગમે ત્યાં બે કલાક ગપ્પાં મારવાં હોય તે કહે, ચાલ. ખાલી પત્તાં કટવામાં ચાર કલાક વેડફવા હેય તે કહે, ચાલ, પણ એ સમયને આપણે સ્વાધ્યાયથી, ચિંતનથી, અભ્યાસથી, ધ્યાનથી કે યેગથી ન ભરી દઈએ !
ધન અને ધાંધલમાં પડેલા મનુષ્યને ન કેઈ સાધનને ખ્યાલ છે, ન કોઈ તત્ત્વજ્ઞાનને ખ્યાલ છે, ન તત્ત્વાર્થને અભ્યાસ છે, ન કેઈ આત્મબેધ છે. જીવનું સ્વરૂપ સમજવા માટે દષ્ટિને વિકાસ થ જોઈએ પણ તેમ થતું નથી. પરિણામ એ આવે કે આખું આ જીવન આ મેંઘામાં મેંવું જીવન, એમનું એમ ખલાસ થઈ જાય છે.
માણસ કાંઈ પણ કર્યા વિના ચાલ્યા જાય છે ત્યારે એની પાછળ રડવાનું થાય છે. રડવાનું કેની પાછળ છે? શા માટે રડવાનું છે? કાંઈ કર્યું નહિ એટલા માટે. લેકે કહે કે બાપડે ગયા. ને અમારું કર્યું, ન પિતાનું કર્યું.
માણસને એમ લાગે છે કે હું ઘણું જીવવાને છું. આથી - જીવનની તૃષ્ણામાં પાછળ રહેલાંનું પણ કાંઈ કરતું નથી.