________________
પરિસ’વાદ
[૫]
પણ ભાગીમાં Germsના પ્રવેશ જલદી થાય ! સંયમી પાસે સવરની શક્તિ છે.
સક્રમ આત્માને તેા ઉજજવળ કરે પણ તન અને મનને પણ તંદુરસ્ત રાખે.
સમય સામાયિકમાં વીતે અને સમય સામાયિક જેવા વીતે એમાં ફરક છે. એક ભાઇ સવારના મળ્યા. કહે કે કાઇ મરી ગયુ છે એટલે ગયા વિના છૂટકા નથી. પણ સામાયિકમાં જીવન જીવે તેને આમ ખભે ખેસ નાખીને સવારમાં જ જવાના વારા નહિ આવે. ૪૮ મિનિટ માટે સામાયિકનુ વ્રત લીધું એટલે અનિવાર્ય સંજોગામાં પણ બહાર ન જઇ શકે.
ત્યાગી વનની ઘણી મહત્તા છે. સ’સારના વ્યાપારના ઇચ્છાએ અનિચ્છાએ ત્યાગ થઇ જાય. સંયમી જીવનમાં ઇચ્છા સૂકાં પાંદડાંની જેમ ખરી જાય છે.
જે લેાકાને પુણ્ય અને પાપની સાંકળમાંથી છૂટવું હાય તેણે આ ભૂમિકાએ પહાંચવુ રહ્યુ અને તેને માટે પ્રારંભમાં તેા નાના નિયમે પણ સહાયક બને છે.
•
સવર વિના નિરાના મા સહેલા થતા નથી. પુણ્ય અને પાપ સંસારના જીવાને લાગેલાં છે. એમાંથી મુકત થવા માંગીએ છીએ પણ તે માટેની ભૂમિકા કયાં છે?
સમ્યગ્દર્શન પહેલાં વિરતિ કરે એ માત્ર અજ્ઞાન કષ્ટ છે. એથી દેવલાકનાં સુખ મળે. સમ્યગ્દર્શન પછીની સાધના ભૌતિક સુખ માટે નહિ પણ આત્મિક પ્રકાશની પ્રાપ્તિ માટે હાય છે.