________________
[૧૯૮]
પ્રણના પગથારે તેવું તે પણ શેર જ નીકળ્યું. બીજે દહાડે પેલી બાઈ
જ્યારે ઘી વેચવા નીકળી ત્યારે શેઠે કહ્યું. તું કેવી અપ્રામાણિક છે! તારા ઉપર મેં વિશ્વાસ રાખે. મેં માન્યું કે ગામડાના લેકે જુઠું નહિ બેલે, અનીતિ નહિ કરે; અને તું તે શેર ઘીને બદલે પિણે શેર આપીને ગઈ.”
પેલી બાઈ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગીઃ “ હું અપ્રામાણિક? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કઈ દહાડે જ નથી બેસતી.”, શેઠ કહેઃ “લાવ ત્યારે તેનીએ. કયા શેરથી તે આ ઘી તેવું હતું એ તું મને કહે.” બાઈએ કહ્યું: “મારી પાસે શેર ક્યાંથી હોય? ગઈકાલે તમારે ત્યાંથી એક શેર સાકર લઈ ગયેલી અને એ વખતે મારે આ ઘી તળવાનું હતું એટલે એક બાજુ ઘી મૂકયું અને બીજી બાજુ તમારી સાકર મૂકી. તમે આપેલી શેર સાકરથી મેં આ ઘી તળ્યું છે. હું બીજું કાંઈ જાણતી નથી ! મારી પાસે શેર અને કાટલાં છે જ નહિ. કાટલું તમારી સાકર.” શેઠને ખ્યાલ આવી ગયે: “ઓહ ! મારી સાકરના બદલામાં જ આ ઘી આવેલું છે.”
આ જગતમાં અપ્રામાણિક્તા કેમ ફેલાય છે અને ભેળસેળ થઈને તમારે ત્યાં કેવી રીતે આવે છે તે આ વાતમાં જોવાનું છે. આ અપ્રામાણિકતા કેકને દૂધના રૂપમાં આવતી હોય, કેકને ખાંડના રૂપમાં આવતી હોય તે કેકને લેટના રૂપમાં આવતી હેય. જીવનના વિવિધ ક્ષેત્રોમાં એ જુદી જુદી રીતે આવે છે. પણ ધ્યાનમાં રાખવાનું છે કે ખાંડમાં ગયેલી અપ્રામાણિકતા ઘીના રૂપમાં ફરીને પાછી આવી જાય છે. એના forms--આકાર જુદા છે, પ્રવાહ એક છે. એ પ્રવાહને પિછાન એ જ જીવનનું રહસ્ય છે.