________________
પરિસ વાદ
[૬૫]
કે અમારે જે કરવાનુ છે તે ભગવાન કરશે, મહારાજ કરશે
અવતારી પુરુષ કરશે.
કહે છે કે તુકારામને લેવા સ્વર્ગામાંથી વિમાન આવ્યું હતું. એ Symbolic idea (રૂપક) છે. શ્રેષ્ઠ જીવનનું વર્ણન કરવાની આ એક પૌરાણિક રીત છે. માણસનું જીવન એટલુ સરસ બને કે એને સત્કારવા માટે પૃથ્વીના રથ નહિ પણ દેવલાકનાં વિમાન આવે ! એટલી ઉચ્ચ કરણી કરા કે સ્વર્ગને સ્પર્શે . એના અથ એ નથી કે પ્રયત્ન ન કરેા છતાં ય તમે તરી જાએ ! મહેનત તેા કરવી જ પડે. સાચાને મદદ મળે છે, ખાટાને નહિ. હૃદયથી સાચા મનવાનું છે. બહારથી ખરાબ દેખાએ એને વાંધા નથી પણ સુખના સૌન્દર્યાંની અનુભૂતિ કરવા અંદરથી પણ સારા થવાનુ છે.
ભગવાને કહ્યું કે ઉપવાસ કરવા સહેલા છે પણ ધ્યાન ધરવું કઠણ છે. શરીરને તક્લીફ આપવી સહેલી છે પણ મનને કેન્દ્રિત કરવુ કપરું છે.
સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન શેનાથી થાય? મન પલાંઠી વાળીને બેસે ત્યારે, થાય. કાઇએ કહ્યું કે જૈન ધર્માં માત્ર તપ ઉપર ભાર આપે છે પણ એ અર્ધસત્ય છે. ખરું' તપ તો ધ્યાનથી શરૂ થાય છે. તપના કેટલા પ્રકાર છે ? સ્વાધ્યાય . અને ધ્યાન એ તપ છે. આ તપની પરાકાષ્ટા એ છે કે એમાં શરીર પણ ભુલાઈ જાય, એકાગ્રતા સહેજ ખની જાય ! ભગવાન મહાવીરની સાધનામાં બાહ્ય તપ એ તેા સ્વાધ્યાય અને ધ્યાનરૂપી અભ્યંતર તપનું પગથિયું છે. સ્વાધ્યાય અને ધ્યાન માટે જ તેા સામાયિક છે.
સામાયિકમાં બેસે એટલે મન જરા શાંત થાય.