________________
[૧૫૬]
પૂણેના પગથારે જેને માટે તમને ખરેખર લાગતું હોય તેને જ કહેઃ
તમારામાં ઘણી સારી ટેવ છે એ જોઈ મારું મન તમારા પ્રત્યે આદર સેવે છે પણ તમારી આ એક ટેવ મારા મનમાં ખૂંચે છે, એને દૂર કરે તે સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવું થાય.” પણ એની ગેરહાજરીમાં વાત કરવી એ સંસ્કારી સ્ત્રીને અને એમાં પણ ધમીને તે શેભતી જ નથી. '
ધર્મને માત્ર ધર્મસ્થાનમાં જ પૂરી ન રાખે, એને સંસારમાં વાળે. ધર્મ એ જીવનને પારદર્શક, શુભ્ર બનાવવાને કીમિયે છે. શબ્દને નિંદા કરવામાં વાપરે એના કરતાં આશ્વાસનના હૂંફાળા બે શબ્દને બીજાને શાંતિ આપવામાં વાપરે તે કેવું સારું ?
તમારી પાસે પૈસે હેય, સાધને હેય તે જે દુનિયામાં તમે રહેતા હે ત્યાં પાડેશીને જુઓ. માણસ માણસને કામ નહિ આવે તે કણ કામ આવશે ? તકતી માટે આપવા કરતાં તકલીફમાં ડૂબેલાં કુટુંબને ખાનગી રીતે મદદ કરવામાં જ સાચી માનવતા છે.
આવી મદદ કરનાર પ્રત્યે તે આદર પણ જાગે અને આશીર્વાદ પણ પ્રગટે.
એક બહેન પહેલાં ગરીબેને સારી મદદ કરતાં હતાં પણ થોડા સમયથી એમણે એ બંધ કરી હતી. એમને પૂછયું તે કહેઃ “હું હવે ગરીબને મદદ નથી કરતી કારણકે એકવાર એમનાં છોકરાને મીઠાઈ લાવીને ખતાં મેં જોયાં. મને થયું આ મદદને પાત્ર નથી.” ' પૂછયું: “તમારી જેમ એ મા નથી? માને જીવ છે, પેટે પાટા બાંધી, દુઃખ વેઠીને પણ કેઈ સારા,