________________
“વિકાસ”
[૧૫] દિવસે પૈડા લઈ એના ભૂલકાંને આપે. આ જોઈને તે તમારી આંખમાં અમી વસવાં જોઈએ. તમને એમ થવું જોઈએ કે અમે તે રેજ ખાઈએ છીએ, ચાલે ગરીબ પણ ખાય છે. એ પણ જીવ છે, મનુષ્ય છે. આ દષ્ટિ કેળવવાની જરૂર છે.”
ઘણીવાર આવા પ્રસંગે જોઈ દાન દેનારા આ બહાને આપવાનું બંધ કરે છે.
સમાજમાં વ્યકિત વ્યક્તિ વચ્ચેના ખોટા ખ્યાલ નીકળી જાય તે સમાજ બહુ નજીક આવે, એકબીજાને સમજે અને એકબીજાને ટેકે બને.
આજે સુખને દિવસ છે. શી ખબર કે કાલે સુખને દિવસે નહિ બદલાય ! કંચન, કાયા અને કુટુંબ અશાશ્વત છે. એ હોય ત્યારે એને સારે ઉપગ કરી લે તે જીવન ધન્ય થાય. વસ્તુ હોય ત્યાં સુધી ઉપયોગ કરી લે.
એક રાજા પાસે એક વિચારક ગયે. વિચારકે પૂછ્યું: “તમે આટલા બધા સુખી કેમ છે?” રાજાએ કહ્યું :
આજે ઉત્તર નહિ આપું પણ આ વડલાના ઝાડ નીચે બેસ, ત્યાં છ મહિના રહેવું પડશે. આ વડલો સુકાઈ જશે ત્યારે કહીશ.” - પેલા વિચારકને એક જ વિચાર રાત-દિવસ આવે. આ વડલે જલદી સુકાતે કેમ નથી? ક્યારે સુકાશે? રેજ જુએ. ધીમે ધીમે પાંદડાં પીળાં પડવા લાગ્યાં અને ત્રણ મહિનામાં વડલે સુકાઈ ગયે.
વિચારક રાજા પાસે ગયે તે રાજાએ કહ્યું : “વડલે નવપલ્લવિત બને, ફળફૂલથી લચી પડે ત્યારે ઉત્તર આપીશ.