________________
“વિકાસ”
[૧૫] થવી જોઈએ સાંજે સૂવા જતી વખતે તમારા મનને પૂછો કે આજે મેં શું સારું કામ કર્યું ? એકાદ નાનકડું પણ કામ યાદ કરે. આંધળાને દોરવાનું, કૂતરાને રોટલી આપવાનું, તરફડતા જીવજંતુને છાંયે મૂકવાનું, પાડેશીને સારી વાત કહી દુઃખમાં આશ્વાસન આપવાનું, એ નાની વાતમાં પણ શુભેચ્છાઓને સંગ્રહ છે.
બીજાના હૃદયમાંથી પ્રગટેલ આશીર્વાદને પ્રવાહ તો તમારા જીવનને નવપલ્લવિત કરી દે એ હોય છે. - લેકે એકબીજાની નિંદા કરે, પાછળથી ખરાબ વાતે કરે. પણ આ કુટેવથી ફાયદે શે ? જીભ અપવિત્ર થાય, મન ખરાબ થાય અને જેની વાત કરી એને તો એની ખબર પણ નથી.
આ વાતને ઊંડાણથી વિચાર કરશે તો થશે કે શા માટે હું બીજાની વાત કરવા જાઉં છું? બીજાના પ્રશ્નોને વિચાર કરવાને મને શું અધિકાર અધિકાર હોય તે મારી કે મારી જોડે બેઠેલા હોય તેની વાત કરવાને છે. "" મેટા ભાગની શકિતઓ બીજાની ટીકા કરવામાં, બીજાના દેષ જોવામાં ખલાસ થઈ જાય છે. - આવી નિશાખોરીને કારણે સમાજમાં ઘણું નુકશાન થયું છે. જે સારા અને સાચા છે એમને માટે પણ હૃદયમાં ભાવ ન જાગે, થાય કે દુનિયા આવી જ છે તે આપણે પણ એવા કેમ ન બનીએ ? તો બીજાના દોષ જેવા, દુર્ગણ જેવા અને બીજાની પંચાતમાં જીવનના કીમતી સમયને વેડફ એના કરતાં