________________
મહાવીર જન્મ કલ્યાણક
[૩૭]
તત્ત્વનું સંશોધન કર્યું છે, એવા મહાપુરુષની જયતી બધા મળીને ઊજવે. જ્યારે આપણે સાથે મળીને, સામે બેસીને એકબીજાને સમજીશું ત્યારે માનવ માનવની નજીક આવશે, માનવ માનવને મિત્ર બનશે. માનવ માનવની નિકટ નહિ આવે તે એ સામાને સમજશે કેમ ?
આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આટલા બધા ભગવાન અને અવતાર થઈ ગયા, તેમ છતાં મનુષ્ય અંદર અંદર પ્રાંતને માટે, ભાષાને માટે, આગળ વધીને સત્તા માટે લડી રહ્યા છે. આ જોઈને મારા દિલમાં અસીમ -દર્દ ઊભું થાય છે, કે જેને વાચા પણ વ્યકત નથી કરી શકતી. આ રેને આપણે કેવી રીતે મટાડી શકીએ?
આવા પુણ્ય-પનેતા દિવસે એ મહાપુરુષના વિચાર અને ચિન્તનનું ઊંડાણથી મનન કરી એને આચરણમાં મૂકીએ.
સાચું પૂછો તે મહાવીર જયન્તી ઊજવવામાં બીજો કેઈ આશય નથી. ભગવાનનું તે કલ્યાણ થઈ ગયું. આજે આપણે જયન્તી ઊજવીશું તેથી એમનું સ્થાન કે મસ્ત વધવાનાં નથી. અને આપણે નહિ ઊજવીએ તે તેઓ જે
સ્થાન ઉપર પહોંચી ગયા છે ત્યાંથી નીચે આવવાના નથી. • પણ આપણે જ્યારે જયન્તી ઊજવીએ છીએ ત્યારે આપણામાં introspection અવલોકન, આત્મ-નિરીક્ષણ કરવાને એક શુભ અવસર અને પુણ્ય ઘડી આવે છે. આજે આ પુણ્ય ઘડીમાં આપણે આપણા આત્માનું' અવેલેકન કરીએ, અને એ માટે ભગવાનની વિભૂતિને, આ દુનિયામાં ભગવાનના આગમનને અને ભગવાનના પ્રાણી માત્રના કલ્યાણ માટે જે ઉપયોગી સિદ્ધાંત છે, તેને સ્વાધ્યાય કરીએ.