________________
[૩૮]
પૂર્ણને પગથારે તમે જાણે છે કે સંસાર પરિવર્તનશીલ છે. કેટલીય વસ્તુઓ આવે છે, કેટલીય વસ્તુઓ જાય છે પણ જે સત્ય છે તે શાશ્વત છે. ભગવાન મહાવીર સત્ય હતા એટલે અહી હજાર વર્ષ પછી પણ તેઓ શાશ્વત છે. આપણે આંખ બંધ કરીશ તે એમ લાગશે કે ભગવાન હમણાં જ થઈ ગયા, જાણે કાલે જ થઈ ગયા. તેઓશ્રી આટલા તાજા, આટલા સ્વસ્થ અને આટલા નજીક આપણને કેમ પ્રતીત થાય છે? કારણકે એ સત્ય હતા; અને જે સત્ય છે તે શાશ્વત છે. વસ્તુઓ બદલાય છે પણ સત્ય બદલાતું નથી. આજે નહિ પણ કરડે વર્ષો પછી પણ ભગવાન મહાવીરનાં પરમ સત્ય બદલાવાનાં નથી.
ભગવાન મહાવીરને જન્મ શા માટે થયે? ગીતામાં કહ્યું છે કે
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
જ્યારે જ્યારે દુનિયામાં કીચડ થાય છે ત્યારે સૂર્ય ચાલ્યો આવે છે, એવી રીતે દુનિયામાં જ્યારે તેફાન થાય છે, અશાંતિ ઊભી થાય છે ત્યારે કોઈ મહાપુરુષ આકાશ માંથી ધરતી ઉપર ઊતરી આવે છે.
ભગવાન મહાવીરમાં બીજી વાત છે. ભગવાન મહાવીર ઉપરથી નીચે નથી આવ્યા; એ આપણામાંથી ઉપર આવ્યા. એ આકાશમાંથી પડયા નથી પણ ધરતી પર ઊભા થયા. ધરતીની માટીમાંથી ભગવાન કેવી રીતે બની શકાય છે એ એમણે બતાવ્યું.
હું ભગવાન મહાવીરના પ્રતિ કેવી રીતે આકર્ષિત