________________
મહાવીર જન્મ કલ્યાણક
[૩૯]
થયે એ મારા જીવનની એક નાની કહાણી છે. હું જે દેશમાં મેટે થયે એ દેશની ભાષા ગુજરાતી નથી પણ કન્નડ છે અને આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જૈનધર્મથી પરિચિત પણ નહતું. ત્યાં એક દિવસ મેં કન્નડ ભાષામાં ભગવાન મહાવીરને એક સુંદર અનુવાદ વાંચ્યો. એ વાક્ય હતું: “જે રીતે કેરીને હૃદયમાં છુપાયેલી ગેટલીમાં એક વિશાળ આંબાનું ઝાડ છુપાયેલું છે એ રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા–ભગવાન છુપાયેલું છે એને તું શેધી લે.”
બસ, આ એક નાનું વાકય વાંચ્યું અને મને લાગ્યું કે જે રીતે આંબાની ગોટલીમાં એક મેટું વૃક્ષ છે અને ચકમકમાં આગ છે, તે પ્રકારે આપણા આ શરીરમાં, આપણી આ કાયામાં જ પરમાત્મા છે, ઈશ્વર છે, આ જ વાત ભગવાન મહાવીરે પિતાના જીવનમાં બતાવી. નયસારના જીવનમાંથી પ્રારંભ થયેલા વિકાસ ભગવાન મહાવીરના જીવનમાં પૂર્ણતાના શિખરે પહોંચ્યા. એ માનવમાંથી મહામાનવ બન્યા, બીજને ચન્દ્ર પૂર્ણ ચન્દ્ર બને.
એમને જન્મ કયાં થયે? બિહારમાં. જે બિહાર ભૂમિ આજ અન્ન અને પાણી વગર પરેશાન છે, એ ભૂમિમાં - કરુણાસાગર ભગવાન મહાવીરને જન્મ થયે હતે.
રાજગૃહીના ક્ષત્રિયકુંડના રાજકુળમાં એમને જન્મ થયે હતા. યશોદા જેવી સુંદર પત્ની હતી અને પ્રિયદર્શના જેવી સંસ્કારવાન પુત્રી હતી; રાજવૈભવ હતું અને સુખ ચારે બાજુ ફૂલની સુવાસની માફક ફેલાઈ ગયું હતું. પણ મહેલની બહાર એમને લાગ્યું કે દુઃખ છે, દર્દ છે, આંસુ છે, માનવ