________________
[૪૦]
પૂર્ણના પગથારે માનવનું શોષણ કરી રહ્યો છે, સત્તા ઉપર બેઠેલા લેકે ઉંદરની જેમ અંધારામાં બેસીને એક બીજાને ફૂંક મારીને કરડી કરડીને ખાઈ રહ્યા છે. આ બધી વાતે ભગવાન મહાવીરે રાજમહેલમાં હોવા છતાં ચિન્તનના પ્રકાશમાં જોઈ, અને એમના દિલમાં એવા પ્રકારની બેચેની આવી કે વૈભવથી ભરેલા રાજમહેલમાં પણ એ સુખથી રહી ન શક્યા..
તમે લેકે તાજમહાલમાં ગુલાબજાંબુ અને પાર્ટીઓ ઉડાવી શકે છે કારણકે બિહારના લેકનું દર્દ તમારા દિલમાં બેચેની નથી ઊભું કરતું, જે દિવસે એ બેચેની ઊભી થશે, એ દિવસે તમારી ઊંઘ ઊડી જશે, એ દિવસે તમારું ભેજન પણ તમને કડવું લાગશે. આ દર્દ શબ્દમાં નથી કહી શકાતું આ અનુભવની સંવેદના છે.
ભગવાન મહાવીર શાંતિથી ન રહી શક્યા. નીકળી પડ્યા. એ મહાભિનિષ્ક્રમણની પાછળ પ્રાણીની અસંહાયતાનું દર્શન હતું.
એમણે જોયું કે દુનિયાના આ અત્રાણ છે, નિરાધાર છે. લેભી-લંપટ પુરુષ સ્ત્રીને ગુલામ તરીકે રાખતા હતા, એક એક પુરુષ દશ સ્ત્રી, પંદર સ્ત્રી, પચાસ સ્ત્રીઓને, જે રીતે આજે મનુષ્ય પશુઓને રાખે છે એ રીતે રાખતે. એમને દર્દ થયું. સ્ત્રીઓની આ અવદશા? કેઈએ કહ્યું કે ના સ્ત્રી સ્વાતંત્ર્યનું પ્રતિ સ્ત્રી સ્વાતંત્ર્યને લાયક નથી. ભગવાને વિચાર્યું. શા માટે સ્ત્રીને સ્વાતંત્ર્ય નહિ? “
બીજી વાતઃ ધર્મના જ નામે પશુઓનાં બલિદાન થતાં હતાં, સંહાર થતા હતા, અધ્વર્યું સ્નાન કરીને, પવિત્ર