________________
મહાવીર જન્મ કલ્યાણક
[૪૧] થઈને, ફૂલ ચઢાવીને દેવની મૂર્તિની સામે જ યજ્ઞમાં અબોલ પશુઓની હિંસા કરતે. આ જોઈને એમના દિલમાં દર્દે બેચેની સજી.
ત્રીજી વાત : જાતિવાદ. શુદ્ર લેકેને કૂતરાની જેમ ગણવામાં આવતા હતા. ઘરમાં ઉંદર, બિલાડી, કૂતરાં આવી શકતાં પણ શુદ્ર મનુષ્ય નહોતો આવી શકતા. એને ઢેઢ કહી, ચમાર કહી, શુદ્ર કહીને કાઢી મૂકવામાં આવતા હતા. માનવજાતની આ ભયંકર અવહેલના હતી. ભગવાને જોયું કે લેકે કૂતરાને લાવીને ઘરમાં રાખે, પાળે, દૂધ પીવડાવે અને મનુષ્ય જેવા મનુષ્યને શુદ્ર કહી તિરસ્કારવામાં આવે ! માનવતા શું મરી પરવારી!
ઘણી વાર જોવા મળે છે, દર્દ ઘણું હોય પણ એનું નિદાન એક જ હોય. સ્ત્રીની પરતંત્રતા, પશુઓને સંહાર અને માનવને શુદ્ર ગણી ફેંકી દેવાતા એનાં મૂળમાં અસમાનતા હતી. ભગવાને નસ પકડી લીધી. મૂળ પકડ્યું. અસમાનતાનું મૂળ વિષમતા હતું.
એમણે ઈછયું કે વિષમતાને દૂર કરીશું તે જ સમાનતા આવશે; સમાનતા આવશે તે જ સ્ત્રી પુરુષની સમેવડી બનશે. પિતાનાથી કઈ બળવાન શકિત છે એમ માની, એનાથી ડરીને એને રાજી રાખવા પશુઓને સંહાર કરવામાં આવે છે તે બંધ થવું જોઈએ. શૂદ્રમાં પણ આત્મા છે, એનું દર્શન થતાં ઉચ્ચ નીચની ભાવના ધીરે ધીરે લુપ્ત થશે
અને જે કર્મ સંસારી આત્માઓનાં સમગ્ર દુઃખનું મૂળ , કારણ છે તે નિર્મૂળ થતાં આત્માઓ પૂર્ણ સમાનતાને પામશે. - મહેતારજ અને હરિકેશીબલ નામના બે શુદ્ર હતા,