________________
મહાવીર જન્મ કલ્યાણક
આજે સૌથી વધારે આનંદ મને એટલા માટે થાય . છે કે આજથી સાત વર્ષ પહેલાં જ્યારે હું મુંબઈ આવ્યા ત્યારે જૈન લોકે મહાવીર જયંતી માત્ર પોતાના ઉપાશ્રયમાં મળીને ઊજવતા હતા. મેં જોયું કે જે રીતે પાણી, પ્રકાશ અને પવન માનવમાત્રને આવશ્યક છે એ રીતે ભગવાન મહાવીરની અહિંસા, અનેકાન્તવાદ, કર્મવાદ અને અપરિગ્રહવાદ માનવમાત્રને તે શું, પણ હું આગળ વધીને કહું છું કે પ્રાણીમાત્રને આવશ્યક છે.
આવી દિવ્ય વસ્તુ માત્ર ચાર દિવાલે વચ્ચે પૂરીને આપણે આપણી જાતને સંકુચિત બનાવીએ છીએ અને માનવજાતને એના અમૂલ્ય લાભથી વંચિત કરીએ છીએ. આ વાત મેં મારા મિત્રની સામે મૂકી; અને આજે હું જોઈ રહ્યો છું કે ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક માત્ર જૈને જ નહિ પણ આખી મુંબઈ નગરી ઊજવી રહી છે,મુંબઈના નગરપતિ, મુંબઈના શેરીફ, કોંગ્રેસના પ્રમુખ અને સર્વ કેમના લેકે સાથે મળીને આજે ભગવાન મહાવીરને જન્મત્સવ ઊજવી રહ્યા છે. આનાથી વધારે હર્ષની વાત શું હઈ શકે ? હે તે ઈચ્છું છું કે માત્ર ભગવાન મહાવીરની નહિ પણ દુનિયાના જે જે પયગંબરેએ, જે જે મહાપુરુષોએ અહિંસા અને અપરિગ્રહને સંદેશ આપે છે, અહિંસાના