________________
પૂર્ણની પ્યાસ
[૫] ખાલી ખાલી. તે તમે એવું ન કરે કે પેલા લેકે જેમતેમ કરી પહેલાં કાણું પૂરી દેતા અને ડેલ ભરીને પછી બહાર કાઢતા. એવું ન થાય કે મનમાં જે ઘણાં કાણાં પડી ગયાં છે એ તમે પૂરી નાખે, અને પછી જુઓ કે તમારી દરેક ડેલ કેવી પૂર્ણ આવે છે ! પછી તમને ખાલીપણું નહિ લાગે પણ જ્યાં સુધી કાણું છે ત્યાં સુધી ઉપદેશ, કિયાએ બધુંય વરસી રહ્યું છે પણ એ બધુંય વહી જાય છે.
આ છિદ્રોને પૂરવાને માટે આ અનુભવ કરવાને છે કે હું પરમસ્વરૂપ છું, હું જ્યોતિ–સ્વરૂપ છું, હું આત્મા છું - અને હું પરમાત્મ સ્વરૂપ છું. આ આત્મા પરમાત્મ સ્વરૂપને અનુભવ કરે. બિન્દુ વિચારે કે સિન્થની બધી જ વિશિષ્ટતા એનામાં છે.
આ સ્વરૂપનાં દર્શન વિનાની પૂર્ણતા એ લગ્ન પ્રસંગે લાવેલા અલંકાર જેવી છે જેમાં ચિંતા અને દીનતા છે. પણ જે આત્મસ્વરૂપના જ્ઞાનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ જાતિવંત રત્ન જેવી છે. એનું તેજ એ ભાડૂતી નથી. સદાકાળ એમાં હતું, છે અને એમાં જ રહેવાનું છે.