________________
[૩૪]
પૂના પગથારે
શકતા તે ત્યાં કરી શકે છે. અહીં જે કઇ કરવાનું મન થાય ત્યારે તે નહિ કરી શકે અને ન કરવાના સમયે અભિનય કરે છે. આટલા ફેર છે. ચાલે.’ અમે ત્યાં ગયા. ત્યાં ડૉકટરો એ લેાકેાને તાલીમ આપતા હતા.
ગાંડાઓનાં મન ભટકયાં કરે એટલે એમનાં મન ઠેકાણે લાવવા માટે કૂવામાંથી પાણી કઢાવતા હતા. મેટી ડોલ અને ખાસ્સા ઊંડા કૂવા. ડૉકટર ગાંડાને કહે કે અંદરથી ડોલ ભરીને પાણી લાવ અને વૃક્ષના આ છેડને પા. એટલે એ પાણી કાઢે. એ પાણી કાઢે ત્યારે એના ખાવડાં દુખવા આવે પણ જ્યારે ડાલ ઉપર આવે અને રેડવા જાય તો એ ડાલ ખાલી હાય, કારણકે ડાલની વચ્ચે પાંચ કાણાં કરેલાં. એટલે જ્યારે ડૂબે ત્યારે ભરાઇ જાય પણ ઉપર ખેંચતાં પેલાં પાંચ કાણાંમાંથી બધું જ પાણી નીકળી જાય. ડાલ ખાલી આવે એટલે પેલા ડૉકટરો એને ખરાખર’ દબડાવે, કે પાણી કેમ આવ્યું નહીં? એટલે ગાંડાઓને વિચાર કરવે પડે. શિક્ષા થાય એટલે પછી ગાંડાએ વિચાર કરે કે પાણી કેમ આવ્યું નહીં ? ભટકતું મન, ક્રતું મન વિચાર કરે કે આ કાણાં છે, પાણી આમાંથી જ નીકળી જાય છે. બાજુમાં ચા, કપડાં એવી વસ્તુ રાખેલી હેાય જે લગાડીને એ કાણાં પૂરે. ગાંડાઓમાં વિચારની એકાગ્રતા લાવવા એ આ રીત અજમાવે.
મને ઘણીવાર આધ્યાત્મિક ક્ષેત્રમાં આ વાત યાદ આવે છે. લોકા ઘણીવાર ક્રિયારૂપ પાણીની ડાલા ભરી ભરીને બહાર કાઢવાના પ્રયત્ન કરે છે. પણ માણસનાં મનમાં કાણાં બહુ પડી ગયાં છે. સાધના ખૂબ થતી દેખાય છે, પણ મનનાં કાણાંમાંથી બધું જ નીકળી જાય છે. અહીંથી જાઓ ત્યારે.