________________
જીવનનું દર્શન
આ સંસારમાં અનેક દર્શન છે. દરેક દર્શન એમ જ માને છે કે માનવીને હું જ સુખી કરી શકું એમ છું.
પહેલા નંબરમાં અર્થદર્શન–અર્થશાસ્ત્ર આવે છે. અને તે એમ કહે છે કે જેની પાસે પૈસે હૈય, એ જ આ દુનિયામાં સુખી. પૈસાથી સંસારની કઈ પણ મનગમતી વસ્તુ તમે મેળવી શકે. સત્તા પણ શ્રીમંતાઈથી ખરીદી શકાય. એટલે સુખનું સાધન અર્થ જ છે.
બીજા નંબરમાં ચિકિત્સાદર્શન અગર વૈદકશાસ્ત્ર આવે છે, જે કહે છે કે તંદુરસ્તીમાં જ સુખ છે. બીમારને વળી સુખ શું ? ખાધેલું જ જ્યાં પચતું ન હોય ત્યાં સુખ શું? દુનિયામાં જે તંદુરસ્તી હોય તે બધું જ સારું છે. એટલે વૈદકશાસ્ત્ર પણ આ રીતે દર્શન બની જાય છે. એ પણ કહે છે કે તમારી તકલીફને હું જ દૂર કરું છું. '. ત્યાર બાદ, આજ જેને રાજનીતિ કહેવામાં આવે છે એ રાજશાસ્ત્ર પણ એમ કહે છે કે લોકોને સત્તાને બરાબર ઉપયોગ કરતાં નથી આવડતું એટલે દુનિયામાં અથની અને બીજી બધીય ઉપાધિઓ ઊભી થઈ છે. પણ જે બરાબર શાસન કરતાં આવડે, બરાબર રાજ્ય ચલાવતાં આવડે અને લેકેને આપવાની વસ્તુઓની બરાબર વહેંચણી કરતા [૧૭]