________________
[૧૧૮] .
પૂર્ણના પથારે આવડે તે બધાં જ દુઃખ દૂર થઈ જાય અને શાંતિ પ્રસરી જાય, એટલે રાજ્યનીતિ આપણને એમ બતાવવા પ્રયત્ન કરે છે કે જગતમાં જે કંઈ દર્શન બની શકે એમ હોય તે બીજુ કેઈ નહિ, પણ હું જ બની શકે એમ છું.
તેવી જ રીતે કામશાસ્ત્ર એમ કહે છે કે દુનિયામાં જેટલા વધારે લેગ ભેગવી શકાય તેટલો માણસ સુખી! અર્થ, શરીર, અને રાજ્ય–આ બધું પણ અંતે તો ભેગનાં સુંદર પ્રસાધને પૂરાં પાડવા માટે માત્ર સાધન જ છે ને? સુખ તે ઉપગમાં છે. એટલે કામ પણ આ રીતે એક દર્શન બની બેઠું છે. અર્થ, વૈદક, રાજ્ય અને કામ-આ બધા સંપ્રદાયે પિતાની જાતને દર્શન બનાવવા માટે તૈયાર બન્યા છે.
એટલે જ્ઞાનીઓ આપણને બતાવે છે કે સંસારમાં આ બધાંય દશને માનવ જાતનાં દુઃખને ઉકેલ કરવા માટે નીકળી તે પડ્યાં છે પણ એ બધાંય એવાં પંગુ છે કે એક વસ્તુ મળતાની સાથે બીજી વસ્તુની તરત ઊણપ ઊભી થાય છે. તે વસ્તુને કણ પૂરી કરી શકે એની એમને સમજણ જ નથી.
માણસને પૈસે મળી જાય અને એનાથી જ જે જીવન સુખ અને શાંતિમય થઈ જતું હોય, તે દુનિયાના મોટા મેટા ઉદ્યોગપતિઓ મંદિરમાં જઈ જઈને લાંબા થઈ નમસ્કાર કરે છે અને નવાં નવાં મંદિરે બાંધે છે એ મંદિરે બાંધત જ નહિ, કારણકે એ લેકે તે આજે કરોડપતિઓ છે જ. ધનથી પૂર્ણ સમૃદ્ધ છે એને મંદિર બંધાવવાની શી જરૂર છે? એ મંદિર બંધાવે છે, પ્રાર્થના કરે છે એ જ,