________________
જીવનનું દર્શન
[૧૯] બતાવી આપે છે કે એના જીવનમાં હજી કઈક એવી વસ્તુની ઊણપ છે જે ખટકે છે, ખૂટે છે. એટલે અર્થશાસ્ત્ર પણ પૂર્ણ સુખશાંતિ આપવા સમર્થ નથી.
એવી જ રીતે રાજ્ય ચલાવનાર માણસે, એમને પાંચ પાંચ વર્ષ સુધી સત્તાને સંપૂર્ણ દેર આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે કાયદાઓથી કે હુકમથી તમે જે કાંઈ કરવા માગો તે કરીને પણ સુખ લાવો. પણ એ બધુંય કરવાં છતાં પ્રજાની ઉપર નિષ્ફળતાનો આરોપ મૂકીને જ્યારે એ નીકળી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે ખરેખર રાજ્યશાસ્ત્ર એ પણ દર્શન બનવા માટે ચગ્ય અને ઉચિત નથી.
ભેગશાસ્ત્ર, જેમાં કહેવામાં આવે છે કે ઇંદ્રિયે વડે તૃપ્તિ કરે, ભેગ ભેગવે, પણ એનીય મર્યાદા છે. તમને
હા બહુ ભાવતી હોય એટલે તમને એક કપ હા મળે તે તમને જરા મઝા આવે. પછી બે ૫ આવે, પછી પાંચ કપ આવે, પછી દશ કપ આવે, કેઈ કહે કે તમે પીએ જ જાઓ. પછી તમે હાથ જોડે. ત્યાં પેલે કહે કે જેટલા કપ પીએ એટલી તમને હું ગીની આપતે જાઉં છું. તમારામાં બહુ જોર હોય તે તમે પંદર અને વીસ કપ પી જાઓ. પછી એક મર્યાદા આવીને ઊભી રહે છે. પછી કહે કે હવે હું બે ગીની આપું. કદાચ ગીનીના માર્યા એક કપ વધારે પી જાઓ. પછી પેલે કહે કે હવે એક કપની ત્રણ ગીની આપું, તમે કેટલીક પીવાના? જે એ માણસ ત્યાં મર્યાદા ન મૂકે તે ઊલટી થાય, માંદે પડે, બીમાર થાય અને સ્મશાન ભેગે થઈ જાય, ગીનીઓ એમની એમ રહી જાય !