________________
પણ મૌનની, કે ચિત્તની અચંચલતાની વાત અહીં નિષેધાત્મક નથી. આ ગ્રંથમાં લેવાયેલાં પ્રવચનામાં પ્રગટ થતા એમના મનાભાવને બેઈશું તે જણાશે કે જીવનને એ આનંદના આવિષ્કાર જ ગણે છે. જીવનને એમણે તે! આન'દસભર જ યુ છે . અને એટલે જ, એ રીતે જે જોઇ નથી શકતા એમને એ રીતે જોવાની એ દૃષ્ટિ આપે છે. મૌનમાંથી પ્રગટ થતા આત્માના સંગીતને એ સગત કરે છે.
આપણા-હવે તા લગભગ આખી દુનિયાને-સમાજ જ્યારે જનતંત્ર અધીન છે ત્યારે વિચિત્રતા તે એ છે કે સમાજના એક. અપરિહાર્ય અંગ રૂપે એની અખિલાઇના નહીં પણ માનવી એનાથી કેવલ અસ ́બદ્ધ એવી વિચ્છિન્નતાનો અનુભવ કરતે જણાય છે. એની દૃષ્ટિનું લક્ષ્ય સમાજ નથી. નજરનુ કેન્દ્ર છે સ્વય’ પેાતે. અહીં એનુ ફલક સાંકડું બને છે, બને છે અત્યંત અલ્પ. જે અલ્પ છે તે ભૂમાને ધારણ કરી શકતું નથી. અને ભૂમા નથી તે। આનંદ નથી.
આ પ્રવચના બાહ્યના આંતરિક સાથે. સમષ્ટિને વ્યકિત સાથે સંવાદ સધાવનારાં છે, સ્વનુ જ્ઞાન કરાવનારાં છે, આનંદ અભિમુખ કરાવનારાં છે, ને તે પણ સહુને સરળ પડે. એવી મધુર વાણીમાં. હૃદયે હૃદયે એના ગુંજનધ્વનિ જાગે એવી ઇચ્છા એમના પ્રકાશન સાથે વ્યકત કરું છું.
—રાજેન્દ્ર શા