________________
મૌનની મંત્રમયી વાણી માનવજીવનના વિકાસનાં ચાર પાનની વાત કરતાં, યૌવનેત્તર ભૂમિકાએ મુનિવ્રતના માહાભ્ય તરફ મુનિવર્ય પૂ. શ્રી ચંદ્રપ્રભસાગર મહારાજે આપણું ધ્યાન દોર્યું છે. “મૌનમાં આત્માના સંગીતને અનુભવ કરે તે મુનિ” આમ કહેવામાં એમણે એક રહસ્ય આપણું સમક્ષ પ્રગટ કર્યું છે. મૌન એટલે વાણીને અભાવ નહીં, એ એક એવી અવસ્થા છે જેમાં, ભીતર જે ઝીણું ઝીણું સતત ગુંજન ચાલી રહ્યું છે એને અનુભવ થાય છે. ગુંજન તે છે વાણું અને લયને સંવાદ, ને જ્યાં સંવાદ છે ત્યાં છે આનંદ. આમ સચ્ચિદાનંદના અનુભવની જ એમણે વાત કરી છે. '
સચ્ચિદાનંદનો અનુભવ એ જ પૂર્ણત્વને-આત્મશ્રીને અનુભવ છે. એ અનુભવ સહુને થવો જોઈએ પણ થતો નથી. એનું કારણ છે સ્વરૂપવિસ્મરણ; ભૌતિક મહોરાની પાછળ રહેલા આપણુ સાચા સ્વરૂપનું જ આપણું અજ્ઞાન. જીવનની સર્વ કંઈ વિષમતાનું–રાગદ્વેષનું, આશાનિરાશાનું, ભયક્રોધનું, દેન્યનું, દુ:ખનું, બધી વાસનાઓનું, અભાવનું, અપૂર્ણતાનું-મૂળ આમાં જ રહ્યું છે. એ જ છે. અંતઃકરણ પરનું થર થર થઈ જામેલું આવરણ, જે આપણા શુધ સ્વરૂપના નિમલ પ્રતિબિંબને ફુટ થવા દેતું નથી. ' મુનિશ્રી એમની સરલ, સુંદર અને પ્રભાવક વાણીમાં કહે
છે કે “દીવાલમાં મન અટવાઈ ગયું, તે પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના” દીવાલે એટલે ઈંદ્રિયોના વિષયો જે અંશરૂપ છે, અનિત્ય છે; એના છંદે ચડવામાં આખરે તો પડવાનું જ રહે છે. દીવાલ સામે નજર માડવાથી કેઇ પેતાને જોઈ શકતું નથી. પોતાને જોવા માટે તે અમલિન સમતલ અરીસાની જરૂર રહે છે. આત્મશ્રીના દર્શન માટે એવી જ રીતે જોઈએ મલમુકત અચંચલ મન.