________________
આત્મશ્રીની પૂર્ણતા
ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्द पूर्णेन पूर्ण जगदवेक्ष्यते ॥
ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના મંગળાચરણમાં આત્માની સહજ અવસ્થાના સ્વરૂપનું આલેખન કરે છે, આત્માની સહજ આધ્યાત્મિક લક્ષ્મીનું એમાં વર્ણન કરે છે, આ આત્માની આધ્યાત્મિક લક્ષ્મીની સભરતાને–આત્મશ્રીને જેને અનુભવ થાય તે ન વર્ણવી શકાય એવાં સહજ સુખને અનુભવ કરી શકે. પછી તે આ જગતમાં રહેવા છતાં અને આ દેહમાં વસવા છતાં એ કંઈક અનોખું અને આનંદમય જીવન જીવી શકે. પણ એ દુઃખની વાત છે કે આ આત્મા વિભાવના પ્રમાદમાં પડીને પિતાના સાચા સ્વરૂપને અને આત્મશ્રીને ભૂલી શકે છે.
શ્રેષ્ઠ ધનવાનના પુત્ર પણ જ્યાં સુધી પોતે ધનવાન છે એમ સમજતા નથી ત્યાં સુધી એ રસ્તામાં કોઈ વટેમાર્ગ પાસે પણ ચોકલેટ લેવા માટે બે આના માગવા ઊભો રહી જાય છે કારણકે એને ખબર નથી કે એ કેટલા ધનને વારસદાર છે! એને કેટાધિપતિ પિતા રસ્તા પરના આવા $જારે માણસોને નભાવી શકે તેમ છે તેને એને ખ્યાલ નથી. બાળક અજ્ઞાન છે. એનું આ અજ્ઞાન ભીખ મંગાવે છે. એને જ્યારે જ્ઞાન આવે છે, માટે થાય છે, સમજ આવે