________________
[૨]
આત્મશ્રીની પૂણ્ તા
છે ત્યારે વિચારે છે, શું એ હું જ હતા જે બસ સ્ટેન્ડ આગળ ઊભા રહીને ચાકલેટ માટે બે આના માગતા હતા! હું ધનપતિના પુત્ર ભિખારી ?” એ અજ્ઞાનમાં પડેલા હતા ત્યારે એ આના માટે ભિક્ષા માગતા પણ જ્યારે એને ખબર પડે છે કે હું તે મેટી સંપત્તિના સ્વામી, શ્રીના માલિક છું, ત્યારે એ માગતા તેા નથી પર ંતુ જે માગ્યું હાય એના ઉપર એને હસવું આવે છે.
આ જ રીતે આ આત્મા આત્મશ્રીને ઓળખતા નથી ત્યાં સુધી વિષયેા માટે યાચના કરે છે, 'કામના માટે ભીખ માગે છે, એક સામાન્ય સત્તા માટે—પાંચ વર્ષ સુધી સત્તાના કાઇક પણ આસને બેસી શકે એટલા ખાતર ચૂંટાવા માટે વેટની ભીખ માગે છે ને એ માટે પામર થઇને અહીંથી તહી ફર્યા કરે છે. કારણકે આત્મશ્રીમાં શું સુખ છે અને જીવન જીવીને અંદરથી શુ મેળવવાનું છે. એની એને ખબર નથી. એટલે જીવન—આખું જીવન આ માગવામાં અને તે માગવામાં વેચી નાખે છે.
આત્મસુખના જ્ઞાનથી તેા વાર્ધક્ય પણ મધુર બને માણસ પચાસ જીવે, સાઠ જીવે કે સિત્તેર જીવે, પણ અનુભવનું અમૃત લઈ ને જીવે એમાં સા કતા છે. જેમ જેમ એ જીવન જીવતા જાય તેમ તેમ એની પાસે અનુભવની મીઠાશ આવતી જાય છે. એણે દુનિયા જોઈ છે, માણસા જોયા છે, અનુભવેામાંથી ઘણું ઘણું મેળવવાનુ મેળવ્યુ છે. જેવી રીતે પાકી કેરી મીઠી હાય એમ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ સ્ત્રી મીઠાશથી ભરેલાં હાય, એમની વાણીમાં મીઠાશ હાય, એમના વનમાં મીઠાશ હાય, એમનાં મેાઢાં ઉપર આવેલી રેખાઓમાં મીઠાશ હાય અને જોનારને એમ થાય કે આામની પાસે જઈએ તે કેવું સારું !