________________
[૬]
પૂના પગથારે
જે નથી દેખાતું એ મહત્વનુ છે. અદેખતાને દેખતા થવા માટે દિવ્ય અ ંજન જોઇએ, દ્વિવ્ય દૃષ્ટિ જોઈએ. દેખતાને સહે દેખે પણ ન દેખતાને દેખે એનું નામ સમ્યગ્ દૃષ્ટિ. બધું કરે પણ આત્માને ભૂલે નહિ.
હવે બીજો વિચાર. પરિસ`વાદનું બીજુ સેાપાન: જો હું અમર રહેવાના છું, મરતા નથી તે અહીંથી કયાં જવાના ? અને જ્યાં જઈશ ત્યાં સાથે શું આવવાનું?
અહીં જે હું કરણી કરવાના તે સાથે આવવાની. અહીં બધું ગોઠવાયેલું છે, કાંઈ કરવું પડતું નથી જ્યાં આ જીવ જન્મે છે ત્યાં બધાં સગાં થઇને આવે છે.
જીવ આવે છે ત્યારે એકલા આવે છે. કોઇકને મારુ કુટુંબ હોય છે, કાઇકને કાઇ જ નહિ. તા આ એકપણું અને આ અનેકપણુ એ કાની ગોઠવણી ?
પૂર્વજન્મમાં જે પુણ્ય અને પાપ કયુ તે પ્રમાણે આ જન્મમાં ગાઠવણી થાય છે. આ એવી સૂક્ષ્મ ગૂંથણી છે કે એમાં બુદ્ધિ પણ કામ નથી કરતી.
આત્મા એક ભવથી બીજા ભવમાં જાય છે ત્યારે જતી વખતે સાથે કાણ આવે છે ?
આત્મા સાથે કર્મ નામની સત્તા આવે છે. ક` એક છે પણ કર્મોથી એ વસ્તુ અને છે : પુણ્ય અને પાપ.
જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય અને પાપ એના પરલોકનાં ભોમિયા અને છે, સાથી અને છે.