________________
પરિસંવાદ
[૮૫] . આત્મદશા આવી પછી કઈ જાતને ભય નહિ. સંભવિતને એ અસંભવિત કરે. કહે કે મારા આત્માને શું નુકસાન થવાનું છે? થાય તે દેહને થવાનું છે. પછી એ કેઈથી ન ડરે. આત્માની શક્તિ અભય છે.
ભય હોય તે સ્મશાનમાં ધ્યાન લગાવી કેમ બેસે? ભય હોય તેને તે રાતે ઘરમાં જતાં પણ બીક લાગે. દેહભાવ બીકણ છે.
એક રાજાએ એકવાર સંન્યાસી બનવાનું જાહેર કર્યું. એ ગુરુની શોધમાં પડ્યા. ઘણું ય સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે એના ગુરુ બનીએ. આ આશામાં ઘણા સંન્યાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા : “અમે મોટા આશ્રમવાળા છીએ. તમને બધી જાતની સગવડ અમે આપી શકીશું.” રાજાને હસવું આવ્યું. એણે કહ્યું: “હું એને ગુરુ બનાવું જેના આશ્રમનું આંગણું લાંબામાં લાંબુ હેય.” પછી રાજા જેવા નીકળે. દરેકનું આંગણું પહેલાના સંન્યાસીના આંગણાં કરતાં મોટું હતું. એક સંન્યાસી જે ચૂપ હતા એની પાસે ગયા તે ત્યાં આંગણું જ નહિ.
પૂછયું તે કહેઃ “જેતા નથી ! આ ક્ષિતિજ એ જ તે મારા આશ્રમનું આંગણું છે. ધરતી કે છેડે આભકી પિછોડી. આભને ઓઢું છું અને ધરતીને બિછાવું છું. ક્ષિતિજ પ્રતિ જ્યાં સુધી જઈ શકાય એ બધું આશ્રમનું આંગણું જ ગણું છું.”
કઈ પણ વસ્તુને મર્યાદિત કરીએ એટલે એમાં પુરાઈ - જઈએ છીએ. મુક્તિને અનુભવ અનંતમાં જ થાય.
માણસ વિચાર કરતે થાય કે આ દેખાય છે એની પાછળ