________________
[૪]
પૂણ ના પગથારે
મારા પુત્ર છે એ જાતની એની સમજણ છે. ત્યાં દેખાવ કે ભણતર નહિ, પણ સંબંધને સ્થાન છે. એ શ્રમિત હાય તા પણ દીકરા માટે કામ કરતાં તેને થાક નહિ લાગે.
આત્મા સમજાય. પછી ધર્મક્રિયા કરવામાં જે રુચિ જાગે તે સમ્યગ્ દનનું પરિણામ છે. સમ્યગ્ દૃષ્ટિ આત્મા ક્રિયા નિશ્ચય અને વ્યવહારની સમન્વયાત્મક દૃષ્ટિથી એટલે કે સમ્યગ્ ઢષ્ટિથી કરે. બધી ક્રિયા કરે પણ ધાવમાતાની જેમ કરે. દેહને નવડાવે, ખવડાવે ત્યારે કહ્યું: ‘ આત્મા તું આ દેહમાં છે એટલે આને નવડાવવા પડે છે, ખવડાવવા પડે છે. તુ ન હેાય તેા એને ખાળવા જ રહે.’
અજ્ઞાનીને દેહને માટે મમતા છે. મમતા ત્યાં ભય. ભય અસંભવિત વસ્તુને સંભવિત બનાવે છે.
આત્મભાવ અને દેહભાવમાં શા ફરક છે? દેહભાવમાં અંદરથી બીકણપણું પ્રગટે છે. હું મરી જઇશ, મારું લૂટાઇ જશે, મારું શું થશે? આમ એ કલ્પનાથી અસ`ભવિતને સંભવિત કરી દે છે. જે કાલે બનવાનું નથી તે બનવાનું છે એમ માની આજે જ ઉપાધિ ઊભી કરે. જે વસ્તુ નથી તેને ભયથી ખેલાવી લે છે.
જે માણસ બીકણ હાય, અંધારાથી ખીતા હોય તે અંધારામાં બેઠો હાય તે વિચાર કરે કે અંદર કોઈ છે તેા નહિ ને ! અંદર કંઈ નથી પણ ‘કદાચ હાય’ એવા વિચાર કરી તેને સંભિવત બનાવે છે. જરાક પતરુ હાલે કે લાકડી પર પ્રકાશ પડે એટલે એને એ કંઇક' સમજી ભયભીત બને છે, મોટાભાગના લોકો દેહભાવને લીધે ભયના વિચાર દ્વારા અસ`ભવિતને સભવિત કરે છે.