________________
[૬૮]
પૂણેના પગથારે બનીને કેઈ કહે કે તારે ઉદ્ધાર હું કરીશ. એક બાજુ કહે કે હું અશરણ છું અને બીજી બાજુ લેકેને આધાર બનવા માગે છે. તને તારો જ આધાર નથી તે બીજાને આધાર કેમ બનીશ? લાકડું પિતે સડી ગયું હોય તે બીજાને ટેકે કેમ બની શકે ? ગાડામાં બેસીને ભાર નીચે મૂકવાને બદલે માથા ઉપર મૂકે તે તું હળ થવાને બદલે ભારે થઈશ.
લેકે અહમૂને ભાર લઈને બેઠા છે. જે ઘડીએ આ ભાર ફેંકી દે તે જ ક્ષણે નિશ્ચિત. કોઈ તમને કહે કે તમે મારા આધાર છે તે કહો કે સહન આધાર ભગવાન છે, હું તે ફકત નિમિત્ત છું. તારી તરસ પાણીથી છીપવાની છે. હું તે માત્ર ખ્યાલ ધરીશ. તરસ ખ્યાલ નથી છિપાવતે, તરસ તે પાણીથી છિપાવાય છે. તમે સરસ નિમિત્ત બની શકે. પછી માથા ઉપર કઈ બે નહિ. આ રીતે અહમના ભારથી હળવા થાઓ.
તમે તમારી જાતને પૂછે કે મને જાને કેટલા વર્ષ થયાં ? મેં શું કર્યું ? દુનિયામાં પ્રેમ અને મૈત્રીની હવા કેટલી ફેલાવી? ભલાઈનાં કામ કેટલા કર્યા? મારું જીવન ગ્રંથિ વગરનું છે ખરું ? મનમાં ગાંઠ હશે તે નહિ ચાલે. ગાંઠવાળા દેરાની ગાંઠ ભલે દૂરથી ન દેખાય પણ મૃત્યરૂપી સેયમાં દેરાને પસાર થતી વખતે ગાંઠે હશે તે અટકવું પડશે. વેર અને બૂરાઈ કદાચ જગતમાં ચમક્તાં પણ દેખાય પણ મુક્તિરૂપી સેના દ્વારે તે એને અટકવું જ પડશે.
હું આત્મા છું એને અનુભવ થવો જોઈએ. કાચમાં શરીર દેખાય છે પણ તેની પાછળ આત્મા દેખાય તે સમજવું કે પહેલું પગથિયું ચડ્યા.