________________
[૪]
આત્મશ્રીની પૂર્ણ તા
મેનેજર બૂટ પૉલીશ કરનારા ઘણા સારા માણસ છે એમ સમજીને નથી, પણ ખૂટ પૉલિશ કરાવવા છે એટલે એ ઊભે છે. ખટ પૉલિશ ચાલતુ હાય ત્યાં સુધી એ બૂટ પાલિશવાળા કહે તેમ ડાબે અને જમણા પગ મૂકે, એ વખતે એ એમ કહે: જુઓ, હું કેવે કે આ મેનેજરને કેવા લેફ્ટ-રાઇટ કરાવું છું! આ કેટલી બધી અણુસમજ છે! ‘તું ડાબેા અને જમણા પગ મુકાવે છે એમાં કાંઇ તારી હેાશિયારી નથી, એમાં ગવ કરવાના નથી કારણકે તું એના બૂટ પૉલિશ કરે છે, એને એનાં બૂટ ચકચકત કરવાનાં છે એટલા માટે એ ઊભા રહે છે; એવી જ રીતે મોટામાં મોટા કરોડાધિપતિ પણ ગાડીમાંથી ઊતરીને આવે છે. શા માટે આવે છે? પૉલિશ કરાવવા આવે છે.
એમ કાઇ સત્તાધીશની પાસે ઘણા માણસે આવતા હાય તા એણે એમ માનવાનું નથી કે એની પાસે ઘણા આવી ગયા. એ તા એટલા માટે આવતા હતા કે એમને એ કાંઈક ઉપયાગી થઇ શકે એવી સત્તા એની પાસે હતી.
કોઇ ધનવાનની પાછળ ઘણાં લોકો દોડતાં હાય તા એણે એમ નહિ માનવાનું કે મારી પાછળ દોડે છે, એની પાસે ધન છે એટલે એમાંથી થાડુંક કાંઈક મળશે એ આશાએ એ દોડે છે.
આ બધુ શું સૂચવે છે ? બહારની વસ્તુ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી એ લેકે આપણી પાસે આવે છે. જ્યાં એ વસ્તુમાંથી આપણે ખસીએ, કાં વસ્તુ ખસે એટલે દુનિયા આખી ખસી જાય છે. ત્યારે આપણી પાસે સરવૈયામાં શુ રહે છે? કાંઈ જ નહિ.
આ આત્મા દેહ છેાડીને જાય છે ત્યારે એની સાથે