________________
આત્મશ્રીની પૂર્ણતા શું લઈ જાય છે એ તે વિચાર કરે! આખી જિંદગી સુધી આપણે આટલા આવ્યા, આટલા મળ્યા. એમાં ને એમાં જીવન પૂરું થઈ ગયું. જે આધ્યાત્મિક ઓળખ ન થઈ સ્વશ્રીની પહેચાન ન થઈ, હું કેણ છું એ માટેનું જ્ઞાન ન મળ્યું તે આ બધું તમે જે સંગ્રહ કરેલું છે એ બધું જ બીજાને માટે છે. તમે સંચય કરે છે, શેઠ છે, બીજાને આપીને ચાલ્યા જાઓ છે,
પિતાને માટે શું છે એ વિચાર કરવાનું છે. અને એ વિચાર કરવાને માટે આપણે અહીં મળ્યા છીએ. • તું કેવું છે? તારું સ્વરૂપ શું છે ? થોડું તે પિછાન.
આત્માની શ્રીથી મગ્ન બનેલે અને સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એ આત્મા તે આ જગતને પણ પૂર્ણ જ જુએ છે. અને માને છે કે કર્મને વશ બની આખું જગત લીલામાં લાગેલું છે
તેમને જગતના માણસે કેવા દેખાય? જેમ બાળકે સાગરના કિનારે જાય, નાનકડાં રેતીનાં ઘર બનાવે અને વહેંચી લે કે આ ઘર મારું, આ ઘર તારુ. એમાં બાળક આખી બપોર કાઢી નાખે, ખાવાનું પણ ભૂલી જાય. રેતીના ઘરના માળ ગણ્યા કરે. એક કહેઃ બીજે માળ મેં ખેંચે. બીજે કહેઃ ત્રીજો માળ મેં બાંધ્યું. એમ કરતાં હેય ત્યાં એમની મા શેધતી શેલતી આવે. “અરે ! તમે જમ્યાં પણ નથી ?' બાળકે કહે, “નહિ. અમે અમારું ઘર બાંધીએ છીએ, માળ બાંધીએ છીએ.” “હવે બાંધ્યાં મકાન, ચાલ મા ખેંચીને લઈ જાય છે, આ રેતીનાં ઘર
મૂકતાં પણ પેલાં બાળકને દુઃખ થાય છે. એમને થાય કે ' મા ક્યાં વચમાં આવી! પણ મા તે જમવા માટે લાવવા