________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૮૯] - આ બિચારા જોષીઓની તે વાત જ જવા દે. એ તે ગેરખધંધા જ કરતા હોય છે. એ બધા તકસાધુઓ છે. બનાવ બની ગયા પછી ઓગળ છેડનારા અને કહેનારા ગમે એટલા હોય પણ ધરતીકંપ પહેલાં કેઈએ આવીને કેઈ છાપાના તંત્રીને કે ખબરપત્રોને નહેતું કહ્યું કે તમે ચાર વાગે બધાને ચેતવી દેજે.
આ પ્રકૃતિને નિયમ છે. એને અર્થ એ નથી કે પ્રકૃતિ આપણાથી વિરુદ્ધમાં છે, આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં છીએ. પ્રકૃતિ તે આપણા સંવાદમાં છે. માણસે પ્રકૃતિને પડકાર કરે છે એટલે પ્રકૃતિ પોતાની શકિતને આવિષ્કાર એવા કેઈ બનાવો દ્વારા કરે છે.
માણસે માત્ર સંપત્તિ માટે નહિ પણ સુબુદ્ધિ માટે સાધના કરવાની છે. કદી એ વિચાર આવે છે કે મારી પાસે સંપત્તિ તે આવી પણ સુબુદ્ધિ છે? ' સુબુદ્ધિ ન હોય તે સંપત્તિ આશીર્વાદ બનવાને બદલે અભિશાપ બની જાય છે; સુખ બનવાને બદલે એક ચિંતા બની જાય છે, પ્રભુતા બનવાને બદલે પશુતા થઈ જાય છે માણસ શેઠિયાને બદલે વેઠિયા બની જાય છે.
પૈસે તમને આરામથી ધર્મ ન કરવા દે, સદ્દગુરુએનાં વચનામૃત સાંભળવા ન દે, પ્રાર્થના માટે સમય ન કાઢવા દે અને સુખશાંતિથી બેસવા ન દે ત્યારે તમારે વિચારવું જોઈએ કે પૈસાએ તમને સ્વામી બનાવ્યા કે દાસ? ધનથી જે દાસપણું આવતું હોય તે એ લક્ષ્મીપતિ નહીં પણ લક્ષ્મીદાસ છે !
એક લક્ષમીપતિ છે, બીજે લક્ષ્મીદાસ છે. લક્ષ્મીપતિ