________________
[૧૮૮]
પૂર્ણને પગથારે બહુ સારો શબ્દ છે ! અને પછી ઘરાકને બરાબર “શીશામાં ઉતારીને તમે રાજી થતા કહેશે : ઘરાકને કે બનાવ્યું, કેવી રીતે લૂંટ્યો.
શીશામાં ઉતારનાર પિતે પણ ક્યાંક ઊતરી રહ્યો છે એ ભૂલી જવાય છે. તું કેઈકને ઉતારે છે, તને કેક ઉતારે છે.
દુબુદ્ધિ એ સહુથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. ઘરાકની સાથે વ્યાપાર કરે છે તે એમ નહિ ઈચ્છે કે આજ આ બરાબર હાથમાં આવ્યા છે, હું લૂંટી લઉં, મારું ઘર ભરી લઉં. એ તમારી કુબુદ્ધિ. તમને સુખે નહિ જીવવા દે.
જે બની શકે તે સરસ વિચાર કરે. “જેમ હું પેટ લઈને બેઠે છું એમ એને પણ પેટ છે. હું જેમ સુખી થવા માગું છું એમ ગ્રાહક પણ સુખી થવા અહીં આવ્યા છે. હું આની સાથે એ વ્યાપાર કરું કે જેમાંથી મને પણ બે પૈસા મળે અને આ લઈ જનાર માણસ પણ સુખી થાય.” ઘરાકનું સારું નહિ ઈ છે ત્યાં સુધી વ્યાપારીનું સારું નહિ થાય. વ્યાપાર એ ત્રાજવું છે. એક બાજનું પલ્લું ઘસક છે, બીજી બાજુનું પલ્લું વેચનાર છે. વેચનાર અને લેનાર બંનેના પલાં સરખાં રહે તે જ એ ત્રાજવું પ્રામાણિક ગણાય.
ધરતીકંપ એ બીજું કાંઈ નથી, માણસના જીવનના પડઘાઓ છે. માણસને આઘાત આપે છે, ધડકાવે છે, ગભરાવે છે, સદબુદ્ધિના અસ્તિત્ત્વને ખ્યાલ આપે છે. કહે છે કે તું એમ માનીશ નહિ કે બધું વિજ્ઞાન ઉપર જ ચાલે છે. અનિયંત્રિતને નિયંત્રિત કરનારું તત્ત્વ વિશ્વમાં પ્રચ્છન્ન છતાં જીવંત છે, જે અનુશાસન કરી શકે છે. તમે જોશે કે વિજ્ઞાન બધે પહોંચી શકયું પણ ધરતીકંપ ક્યારે થવાને છે એ કહેવાની વિજ્ઞાનની ય શક્તિ નથી.