________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૮૭) - સુબુદ્ધિવાન રાજા કહેઃ “તમારી પાસે આટલા અબજ રૂપિયા છે, હવે મારી પાસે શું છે તે બતાવું.”
- એણે તરત ગામમાં ઢંઢેરે પિટા. “હું મુશ્કેલીમાં છું, મારે બીજા રાજાને આટલા અબજ રૂપિયા આપવાના છે, રાજાના રક્ષણને આ પ્રશ્ન છે. માટે પોતાની શકિત હોય એ પ્રમાણે પ્રજા પ્રેમથી પિતાને ફાળો રાજ્યભંડારમાં નેધાવી જાય.” ત્રણ દિવસમાં તે પ્રજાએ ધન, રત્ન, હીરા, પન્ના, બધું ય લાવી રાજ્યભંડારમાં મેટે ઢગલે કર્યો. - સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું: “હવે જરા ગણું જુઓ, તમારી સંપત્તિને મારી આ સંપત્તિ સાથે સરખાવી જુએ આ સંપત્તિના રાશિના ઢગલા આગળ પેલાની સંપત્તિ વામણી લાગતી હતી. “ રાજ્ય ચલાવતાં તમને આવડે છે કે મને ? તમે ભેગું કરીને એની રક્ષા માટે ચેયિાત રાખે છે, પોલીસ રાખે છે, બીજા રાજાએને શત્રુ બનાવે છે અને સંગ્રહ કરીને બીજા રાજાઓનાં મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા જગાડે છે. અહીં એટલા ચેકિયાત પણ નહિ અને ઈર્ષ્યા પણ નહિ. ઉપરથી તમારા જેવા પણ એમ કહે છે કે સદાવ્રત ખાતું ચલાવે છે. મારે ભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં છે. મારે રાજ્યભંડાર સંપત્તિ નહિ, સુબુદ્ધિ છે.”
આ બે વચ્ચેનું અંતર તમને ખ્યાલમાં આવ્યું ? સુબુદ્ધિ અને સંપત્તિ. એકની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતે બીજાની પાસે સંપત્તિ હતી એટલે એ સદા પ્રજાને લૂંટવાના વિચારમાં બન્યા કરતે હતે.
તમારે ત્યાં કોઈ ઘરાક આવે ત્યારે તમને એમ વિચાર આવે ને કે આજે આને બરાબર “શીશામાં ઉતારું.” આ