________________
[૧૬]
પૂણેના પગથારે હું રાજ્ય જ ચલાવું છું.” પેલે કહેઃ “મને તો લાગે છે કે તમે સદાવ્રત ખાતું ચલાવે છે ! લેકે પાસે મહેસૂલ લે નહિ, કર વસૂલ કરવો નહિ અને ઉપરથી જે છે એમાંથી પણ લોકોને આપી દે, ગરીબોને વહેંચી નાખો અને તમારા . રાજ્યભંડારને ખાલી રાખો તે રાજ્ય કેમ ચાલશે ? તમારી પાસે હીરા નહિ, ઝવેરાત નહિ, નીલમ નહિ, પન્ના નહિ, કાંઈ જ નહિ. તમારે ભંડારી પણ કે સાદે છે? મારા ભંડારની વાત જવા દે પણ મારા શરીર ઉપરનું ઝવેરાત પણ એક કરેડ રૂપિયાનું થાય. મારા રાજ્યભંડારને તમારા ભંડાર સાથે સરખાવું છું ત્યારે મને લાગે છે કે મારું રાજ્ય છે, જ્યારે તમારું સદાવ્રતખાતું છે. મેં તમારે ત્યાં અન્ન ખાધું છે એટલે મને થાય છે કે રાજ્ય કેમ ચલાવવું એની રીત શીખવતે જાઉં. ” સુબુદ્ધિમાન રાજાએ પૂછ્યું :
કેવી રીતે ? ” એટલે એણે પ્રજાને કેવી રીતે નીચવવી, પ્રજા પાસેથી વધારેમાં વધારે કેમ લેવું છતાં પ્રજા પ્રત્યે કેમ દુર્લક્ષ કરવું અને રાજ્યભંડારને કેમ સમૃદ્ધ બનાવે એ બધીય વર્તમાન રીત એણે બતાવી દીધી. .
એનું આ કહેવું સાંભળી સુબુદ્ધિવાન રાજાએ કહ્યું : તમે તમારી રીત બતાવી. તમે કહે તે હું મારી રીત બતાવું.” “હા બતાવે.”
હું તમને પૂછું કે તમારા રાજ્યની સંપત્તિ કેટલી છે એ કહે.” એ રાજાને પિતાને જે આછો આછો
ખ્યાલ હતું તે આખે. આટલા હીરા, આટલા પન્ના એમ કરીને જેટલા અબજ રૂપિયા થતા હતા એ બધા ય ગણાવીને કહ્યું કે મારી રાજ્ય સંપત્તિ આટલા અબજ રૂપિયાની થાય છે.