________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૯૫] સમરાંગણમાં અર્જુન જે સફળતા મેળવી શક્યા હોય તે એની બાણાવલિ તરીકેની કુશળતાને લીધે કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક સુકુશળ સારથિને લીધે. છે જેની પાસે સદ્દબુદ્ધિ છે એને કઈ જ મારી નહિ શકે. તમે અરણ્યમાં જાઓ, અજાણ્યા પ્રદેશમાં જાઓ, કેઈના ય સથવારા વિના એકલા જાઓ પણ તમારી સાથે જે સુબુદ્ધિ હોય તે તમને સફળતા મળ્યા વિના રહેવાની જ નથી. પણ જેની પાસે સુબુદ્ધિ નથી પણ માત્ર સંપત્તિ જ છે એની સંપત્તિ લેકે ઝૂંટવી શકે છે, રાજાએ એને દંડ દઈ શકે છે અને સરકાર એની ઉપર તપાસણી કરી શકે છે. શા માટે? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી માટે. - જીવનસંગ્રામમાં જેના જીવનરથને સારથિ શ્રીકૃષ્ણરૂપ સુબુદ્ધિ છે એ આત્મારૂપ અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરે ?
આ સુબુદ્ધિ જેની પાસે હોય એ જ માણસ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને એ સુબુદ્ધિના જોરે સંસારની સંપત્તિને પિતાની પાસે એ લાવી શકે છે. અને ન બેલાવે તે જગતની સંપત્તિના સ્વામીઓને પિતાને ચરણે મુકાવી શકે છે. : એક સુબુદ્ધિમાન રાજા હતે. એને ત્યાં સંપત્તિવાન રાજા મહેમાન થયા. આ ધનાઢય રાજાને વૈભવ અને વિસ્તાર બહુ મેટે હતે. ધનાઢય રાજાએ આ રાજાને ત્યાં ખૂબ મહેમાનગીરી માણી. આ રાજાને મહેલ સાદે હતે; અને સાદી, એની જીવનચર્યા હતી. પેલા સંપત્તિવાન રાજાએ આ સુબુદ્ધિવાન રાજાને એક પ્રશ્ન પૂછ્યોઃ “તમે રાજ્ય ચલાવો છે કે સદાવ્રતખાતું?” રાજાએ પૂછયું : “કેમ?