________________
[૧૮૪]
પૂર્ણ પગથારે મગજમાં નમ્રતા હોય, વિચારમાં ધમહેય અને આચરણમાં સદાચાર હેય. આ બધી વસ્તુઓ કેને લીધે આવે છે? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ એ બધીય વસ્તુ આવે.
મહાભારતને એક પ્રસંગ છે. પાંડ અને કેરે. શ્રીકૃષ્ણની સહાય માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું: “જુઓ, એક બાજુ મારી આ બધી સેના અને વિભૂતિમત્તા છે અને બીજી બાજુ હું એકલે છું. એટલે આવું પણ લડું નહિ. આ બેમાં જે પસંદ કરવું હોય તે કરી લે, કારણકે મારે મન તે તમે બન્ને સરખા છે; તમે બધા ય એક જ બીજનાં ફૂલ છે; મારે મન તમે સમાન છે.” કૌરવોએ વિચાર કર્યોઃ “ઓહ! કેટલે મેટે વૈભવ છે, કેટલી મોટી શ્રીકૃષ્ણની સંપત્તિ અને સેને છે! આ બધું આપણને મળતું હોય તે આ એક ખાલી કૃષ્ણનું આપણે શું કામ છે.” કૌરવોએ કહ્યું: “અમને તમારી બધી વસ્તુઓ-હાથી, ઘોડા, સૈન્ય આપજો.” કૃષ્ણ કહે “કબૂલ છે. ”
જ્યારે બીજી બાજુ ધર્મરાજાએ કહ્યું : “અમારે કાંઈ ન જોઈએ. અમારે તમે જોઇએ, બીજું કાંઈ નહિ જોઈએ. એક જે તમે હશે તે શૂન્યમાંથી સર્જન થશે અને જો તમે નહિ હે તે આખું સર્જન શૂન્ય થઈ જશે.”
આ માગણીમાં જીવનનું દર્શન છે. આ રૂપક છે. રૂપકની ભાષા સમજવી પડશે. કૃષ્ણ એટલે શું ? અને એનું સૈન્ય એટલે શું ? એનું રાજ્ય ને સૈન્ય એટલે સંપત્તિ, અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ.
જીવનના રથને દેશના સારથિ જે સુબુદ્ધિ નહિ હોય તે સમજી લેજો કે આ જીવનરથ ક્યાંય અથડાઈ પડવાને.