________________
પરિસંવાદ
[૬૩] પૈસા કમાયા, કારખાનાં ઊભાં કર્યા, છાપાંમાં નામ ચમક્યાંઆ એમને આનંદ !
જેટલી બહારની વસ્તુ વધારે એટલું જ એમાં મન કાય છે, પછી પ્રભુમાં એ ઓછું જ રહે ને! આ બધી વસ્તુઓ પ્રભુધી માણસને છૂટે પાડે છે. ભગવાન પાસે બેઠાં હે ત્યારે શું શું યાદ આવે છે? શરીર ભગવાન પાસે છે અને મન ઉપડી ક્યાંય જાય છે. કારણકે દુનિયાની વસ્તુઓ એટલી બધી વધારી છે અને એ વસ્તુઓએ માણસના મન ઉપર એટલે બધે કબજો મેળવ્યું છે કે એ ભગવાન પાસે જવા જ ન દે!
જ્ઞાની કહે છે કે વસ્તુથી તમે તમને સુખી માને છે પણ આ વસ્તુઓ એવી ચઢી બેડી છે કે મન હાથમાં નથી. શરીર પ્રવૃત્તિ કરે છે પણ મન વસ્તુમાં રોકાયેલું છે. મનના બે કટકા ન થાય, મન જે ભૌતિક વસ્તુમાં રોકાયેલું હોય તે પરમાત્મતત્વમાં લાગે નહિ. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા કરવી સહેલી છે પણ અંદર જવું મુશ્કેલ છે. અને અંદર જવા માટે એકલા પડવાની જરૂર છે.
પણ એ એકલે જ પડતું નથી. ડીવાર ઘરમાં એ બેઠેલે હોય અને થાય કે બહાર જઈ આવું, એકલે પડ્યો છું તે ગમતું નથી, બેચેની થાય કે એકલે પડી ગયો ! હવે શું કરું? લાવ કઈક સંબંધીને ત્યાં જઈ આવું! ' ખરી વાત એ છે કે એકલા પડે તે જ ચિન્તન માટે સમય મળે, અને સમય મળે તે જ ઊંડાણમાં અવેલેકન થાય. સામાયિક, ધ્યાન, સ્વાધ્યાય એકલા પડવા માટે છે. ૪૮ મિનિટનું સામાયિક લઈએ એટલે બધાથી જુદા પડીએ.