________________
[૬૨]
પૂર્ણ ના પગથારે
થઇ રહ્યો છે. જીવનમાં અમૃતના અનુભવ ક્યારે કરી શકાય? પરિસ વાદ પ્રગટે ત્યારે !
મહેમાનની જેમ પૈસા આવે તે કહે કે સત્કાર કરીશુ અને જાય તા કહે। કે આવો! આવે તે સદુપયોગ અને જાય તેા સમતા ! આમ જીવન સમજવાની કળા આત્માને જાણ્યા વિના પ્રાપ્ત થતી નથી. માણસ બધી રીતે તૈયાર થાય છે પણ આત્મ રૂપી મીઠાશનો અનુભવ નથી એટલે એનું જીવનરૂપી ભેાજન ક્િક બની જાય છે. જીવનને મીઠુ બનાવવાની કળા આવડે પછી અભાવમાં પશુ ખાનદ મેળવી શકાય.
અંદરનુ મશીન જ ખગડેલું. હાય ત્યાં dial (ડાયલ) ગમે તેટલું સુંદર દેખાતુ હાય તો ય શું કામનુ ? શરીર એ તા ડાયલ છે, ખરુ અંદરનું યત્ર તેા ચૈતન્ય છે.
જિંદગી પૂરી થાય છે વાદ અને સંવાદમાં ! પણ જયારે પરિસંવાદ થાય છે ત્યારે જિંદગી પૂરી નથી થતી પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
આજે હજારમાંથી ૯૯૯ માણસા જિંદગી પૂરી કરે છે અને એ પૂરી ન કરે તેા એમના કાળ એમને પૂરાં કરે છે. સવારના ઊઠે ત્યારે ચિ’તાના મુગટ પહેરીને નીકળે, વાળમાં ગોઠવીને નીકળે. રાતના સૂએ ત્યારે વાળ વિખરાય પણ ચિંતા ન વિખરાય. માથામાં આળેલી ચિંતા રાતના ઊંઘમાં આવે, સ્વપ્નામાં આવે. બેચેની ઊભી કરે, ચિંતાભર્યા દિવસ અને રાત માણસની જિંદગી પૂરી કરે છે. એને તે ખ્યાલે ય નથી કે એની જિંદગી પૂરી થાય છે. પૂરી થતી જિં દગીમાં પણ કેટલાક તા માને છે કે જિંદગી સફળ કરીએ છોએ!