________________
[૫૪].
પૂણના પગથારે સામને નહિ કરવાની નિર્બળતા છે. આપણને ખબર હેત કે આપણે શું કરવાનું છે તે ચાલીસ કરેડ માનવી આવી ખરાબ હાલતમાં ન હેત.
આજે વિચાર કરવાને છે કે આપણે શું કરવાનું છે. વિધેય માટે ત્રણ વાત છે. પહેલી વાત અપરિગ્રહ છે. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી અહિંસા નથી આવતી. પરિગ્રહ અને અહિંસા સા નથી રહી શકતાં. પરિગ્રહ એટલે સંચય, પરિગ્રહ એટલે ભેગું કરવું, પરિગ્રહ એટલે બીજા જે વસ્તુ માટે ટળવળતા હોય તે પિતાની પાસે હોવા છતાં એમાંથી આપવું નહિ અને સંગ્રહવૃત્તિ રાખવી. આવી વ્યક્તિ અહિંસક કેવી રીતે બની શકે?
ધનને સંચય ક્યારે થાય? શેષણ વિના સંચય નહિ અને શેષણ ત્યાં અહિંસા નહિ. * ,
“જર્મના, મન, વાયા' કાં તે કર્મથી, કાં તે મનથી કે પછી વાચાથી હિંસા તે થાય જ. અહિંસક બનવું હોય તે અપરિગ્રહી બનવું પડશે. જેટલા અંશે અપરિગ્રહી બનશું એટલા અંશે આપણે સાચા અહિંસક બનીશું.
એટલે જ ભગવાને સાધુને કહ્યું: “હે સાધુ, તારે અહિંસક બનવું હોય તે પહેલાં અપરિગ્રહી બની જા.” અને જે વધારે પરિગ્રહી છે એ કદી પણ અહિંસક નથી બની શો અને જે અહિંસક બની શકતે હેય તે અમારે કહેવું પડશે કે અમૃત અને વિષ બને એક સરખાં છે. પણ સૌ જાણે છે કે અમૃત અને વિષ સરખાં નથી. તેવી જ રીતે પરિગ્રહ અને અહિંસા જુદાં છે. તે અહિંસા લાવવા માટે આપણે અપરિગ્રહની ભાવનાને વિસ્તારવી પડશે. .