________________
પ્રાણી મૈત્રી દિન
[૫૩] - આપણે ગઈ કાલે પ્રભુ મહાવીર સ્વામીનું જન્મ-કલ્યાણક તે ઊજવ્યું. પણ આપણે પ્રથમ એમના મુખ્ય સિદ્ધાંતને જીવનમાં ઉતારવા માટે પૂર્ણ પ્રયત્ન કરે પડશે. ભગવાને બતાવ્યું કે અહિંસા એ જ ધર્મનું અને જીવનનું મૂળ છે.
અહિંસા શું છે? તું જીવવા ઈચ્છે છે તે સંસારના બધા જ પ્રાણીઓ જીવવા માગે છે.
આ અહિંસા બે પ્રકારની છે વિધેયાત્મક અને નિષેધાત્મક - નિષેધાત્મક એટલે કે આ નહિ ખાવું, આ નહિ કરવું. આજે ચતુર્દશી છે એટલે આ નહિ ખવાય. પણ જે વિધેયાત્મક છે એટલે શું કરવું એ વાત પણ વિચારવી જોઈએ. લેકે શું નહિ કરવું એ વાત જાણે છે, પણ શું કરવું એ વાત ભૂલી ગયા છે.
મહાપુરુષોએ કહ્યું કે માનવી નિષેધ ખૂબ કરે છે પણ જે વિધેયાત્મક છે એ નથી કરતા. આપણે એ જાણીએ છીએ કે શું ન કરવું પણ આપણે એ નથી જાણતા કે શું કરવું.
મારું કર્તવ્ય શું, મારે શું કરવું જોઈએ એને વિવેક એટલે વિધેય. જે દિવસથી માનવના જીવનમાં વિધેયને અરુણોદય થાય છે એ દિવસથી માનવના હૃદયમાં કર્તવ્યને પ્રકાશ પ્રગટે છે. એ દિવસથી એ પૂર્ણતા પ્રતિ પ્રયાણ કરે છે.
તે આજે આપણે કરવાની વાત કરવાની છે. નહિ કરવાની વાત તે બહુ વર્ષોથી કરી અને કરવાની વાત ભૂલી ગયા. એટલે જ હિંદુસ્તાનમાં આટલા લેકે હોવા છતાં આજે ગરીબી છે, નિર્ધનતા છે, પરેશાની છે અને દુષ્કાળને