________________
[પર]
પૂણેના પગથારે વિચાર કરીએ તે આપણને ખ્યાલ આવશે કે સર્વ જીના કલ્યાણની ભાવના કેટલી તીવ્ર હોઈ શકે.
'न त्वहं कामये राज्यम्' હે પ્રભુ! મારે રાજ્ય નહિ જોઈએ. જેને પાંચ વર્ષ માટે electionમાં–ચૂંટણીમાં જિતાઈને આવવું છે એમની વાત છેડી દે. પણ જે ભક્ત છે, જે સાધક છે, જે જીવનને ધન્ય બનાવવા માગે છે, અને જેને ખબર છે કે જીવનને હેતુ શું છે એની આ પ્રાર્થના છે.
' મને સ્વર્ગ પણ નથી જોઈતું. આપણું બંધુએ જ્યારે દુઃખી છે ત્યારે આપણે સ્વર્ગમાં જઈને કરીશું પણ શું? આસપાસ આંસુ હોય છે તે ખાવાનું પણ બગડી જાય છે.
' , પણ હું જોઈ રહ્યો છું કે આજે આંસુ વહી રહ્યા છે, લેકે ચારે બાજુ પરેશાન થઈ રહ્યા છે, છતાં ઘણું માણસે આનંદ અને મહેફિલ માણી–મણાવી રહ્યા છે. તો વળી આ સુભાષિતમાં કહ્યું કે “ના,નર્મવમ્ મને મેક્ષ પણ નથી જોઈતા.
તે મને શું જોઈએ છે? .'कामये दुःखतप्तानाम् प्राणीनामू आर्तिमोचनम्'
એક જ કામના અને મહેચ્છા છે કે જે દુઃખથી તપ્ત છે, જે દુખેથી પીડિત છે અને જે વેદનાનાં આંસુ વહાવે છે તે સૌ સર્વ પ્રકારનાં દુઃખેમાંથી મુકત થાઓ..