________________
[૮]
આત્મશ્રીની પૂર્ણતા, પણ કાંઈ નહિ અને ઊડવા ધારે તો ઊડી પણ ન શકે કારણકે એની પાંખે જ ચૂંટી ગયેલી છે.
પ્રભુએ બતાવ્યું કે જીવે ચાર પ્રકારના છે.
પહેલે પ્રકાર કર્યો છે કે હેન્દ્રથીસુન્નમન. આત્માની લક્ષ્મીની ઓળખવાળે છેવ–આત્માની વિભૂતિને જાણનારો. જીવ-સદા સત, ચિત્ અને આનંદથી સભર છે, આપણામાં આ બધું ભરેલું છે. જ્ઞાન પણ અંદર ભરેલું છે, આનંદ પણ અંદર ભરેલો છે, અને શાશ્વતતા એટલે અનંતતા પણ અંદર ભરેલી છે.
કઈ પૂછે કે તું કોણ? તારી ઓળખ તે આપ! તે એમ ન કહેશે કે મારી ઓળખ આ દેહ, ફલાણું નામ, ફલાણું ગામ, ફલાણું રહેઠાણું.
કઈ એમ કહે કે ફલાણા ગામના અમે જૂનામાં જૂના રહેવાસી, અમારા બાપદાદા ત્યાં રહેતા હતા. પણ તું એ ગામમાં રહેતો જ નથી. તું તે ચાલ્યા જ આવ્યા છે. તારું વળી ગામ કયાં છે ? આ તે એક વિસામે છે.
વિસામો એ ગામ નથી બની શકતું. આરામનું સ્થાન એ કદી ધ્યેય નથી બની શકતું અને મુકામ, જ્યાં રહેવું પડે એ મંજિલ નથી. માણસની મંજિલ તો આગળ છે. માણસ એ મંજિલને ભૂલી ગયા છે.
કઈ પ્રવાસી થાકીને ઊંઘી જાય છે, એ અર્ધનિદ્રા કે તંદ્રામાં હોય ત્યારે પૂછો કે કયાં છે ? તે કહે કે અહીં જ ૨હું છું. કયાં જવાનું છે એ ભૂલી જાય છે.
આપણને કઈ પૂછે કે તું કોણ? તે આપણે એમ જ કહીએ કે સદા પ્રવાસી–ગામ અને ઠામ વગરને, ઠામ અને