________________
આત્મશ્રીની પૂર્ણતા
એને થાય કે હવે ઊડીએ, ત્યારે પાંખો ફફડાવી ઊડી જાય છે. સાકરની માખીને કેઈ બંધન નથી. સ્વાદ છે, સ્વતંત્રતા પણ છે; મધુરતા અને મસ્તી બને છે. એણે સ્વતંત્રતાને વેંચીને મધુરતા માણી નથી.
આ જીવનમાં તમે રહો. તમને મકાન મળે, વૈભવ મળે, સમૃદ્ધિ મળે, સત્તા વગેરે ઘણું ઘણું મળે. એ પુણ્યના પરિણામે મળેલી આ બધી વસ્તુઓમાં પણ તમે સાકરની માખી જેવા અલિપ્ત રહે. તમે તમારા આત્માની સ્વતંત્રતાને આસક્તિની મીઠાશમાં નાખી ન દે, બંધાઈ ન જાઓ. સાકરની માખી આ સ્વાદ માણે છે પણ પિતાની પાંખને સદા સચેત રાખે છે. ધારે ત્યારે એ ઊડી જાય છે.
બીજી માખી પથ્થર ઉપર બેઠેલી છે. એમાં ભલે મીઠાશ કાંઈ ન હોય, સ્વાદ કાંઈ ન હોય પણ એને માટે સહથી મોટી વાત સ્વતંત્રતા છે. એ જ્યારે ધારે ત્યારે ઊડીને જઈ શકે, ધારે ત્યારે નીકળી શકે, એને બાંધનાર કેઈ નથી. પથ્થર ઉપર આસ્વાદ નથી પણ સ્વતંત્રતા છે. ' - ત્રીજા પ્રકારમાં મધના બિંદુઓ પર બેઠેલી માખી આવે છે. એ માખીને મધ મળે છે, મીઠાશ મળે છે. જ્યાં સુધી મધ ચૂસે ત્યાં સુધી મસ્તાની બની રહે છે. પણ જેવી ઊડવા જાય ત્યાં બંધન. એ ઊડી શકે નહિ. મધની ચીકાશે
એની પાંખને પરવશ બનાવી દીધી છે, એ પંગુ બની ગયેલી છે. ઊડવા જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ઊડી શકાતું નથી. જ્યાં આસકિત છે ત્યાં મરણ છે. એ ઊડી નથી શકતી, તરફડે છે અને જે મધમાં મીઠાશ માણતી હતી એ મધમાં જ એ મરી જાય છે.
ચેથી માખી લીંટમાં પડેલી હોય છે. એને આસ્વાદમાં