________________
[૩૦]
પૂણેના પગથારે મારે પુત્ર અને તમારે પુત્ર એક જ છે. અને હવે એ ચોરને બદલે રાજા થાય એ જ શ્રેષ્ઠ છે.” રાજા એને લઈ જાય છે. ગાદી ઉપર બેસાડે છે, એ દિવસથી એ રાજા બને છે, હુકમ કરે છે.
અહીં રાજકુમારને બનવું નથી પડ્યું, રાજકુમાર તે હતો જ. પણ એને જાણ ન હતી. હવે જાણ થઈ કે હું રાજકુમાર છું. આટલા દિવસ સુધી એ અજાણ હતે. જાણ થતાં હવે એ ગામનાં લેકેની ચેરી, નથી કરતે. ગામના લેકેનાં ઘરમાં અંધારામાં ઘૂસી નથી જતે. હવે એ કહે છે કે આખી નગરી અને સમૃદ્ધિને સ્વામી હું છું. કારણકે એને જાણપણું થયું, એને જ્ઞાન થયું, એને અવબોધ થયા. એમ કહે કે સ્વ સ્વરૂપનું ભાન થયું ! જે ઘડીએ ભાન થયું તે ઘડીથી જ એ સ્વામીત્વ ભેગવે છે. નગરીના લેકેને એ આજ્ઞા કરી શકે છે. હવે એ રાજાધિરાજનું ગૌરવ અનુભવે છે. જે અંધારામાં ચોરની જેમ. આવતા હતા તે હવે પ્રકાશમાં સ્વામી થઈને હુકમ કરી શકે છે. .
અહીં તમે પણ આટલું જાણી લે કે હું બ્રહ્મ છું, તમે જાણી લે કે હું ભગવત્ સ્વરૂપ છું, તમે જાણી લે કે હું પરમાત્મ સ્વરૂપ છું. પછી વિષયના અંધારામાં તમારે દેડવું નહિ પડે. તમે તમને પાપી જ માન્યા કરે તે તમે પાપીની જેમ જ જીવવાના ને? જે પિતાને ચેર જાણે એ તે ચેરી જ કરે ને? બીજું શું કરે? સ્વરૂપ વિસ્મરણ થયું છે, બીજું કાંઈ થયું નથી. અને આ સ્વરૂપ વિસ્મરણે માણસને ઘણો નીચે નાખી દીધું છે–એટલે નીચે નાખે છે કે એ ચેરની જેમ આજે વર્તન કરે છે, જે ખરી રીતે સમ્રાટ છે. આ વાત પર ખાસ તમે વિચાર કરશે.