________________
પૂણની પ્યાસ
[૩૧] મદાલસાએ તે ઘોડિયામાં પોઢેલા બાળકને હિંચકે નાખતાં શિખવાડ્યું: “સિદ્ધોતિ યુદ્ધોતું સિદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે. આ સંસારની માયામાં તું લપટાઈશ નહિ.” ઘેડિયાના ધાવણા બાળકને આધ્યાત્મિક ધાવણ પાનાર માતાઓ હતી. બાળકને એ બૈર્યવાન બનાવતી. આજ તે માતાએ છોકરાને બિવડાવે કે જે બિલાડી આવી, બો આવ્ય, સાધુ આવ્યા. તે આવા નિર્બળ સંસ્કાર ન સિંચવા જોઈએ. હાલરડાના સંસ્કારથી આત્મસ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ એને બદલે આજે બાળક ભયથી આવૃત્ત બને છે, એ વીર કેમ બને?
ભયથી તમે કેટલા આવૃત્ત છે? એક જમાદાર આવી જાય અને તમે ધ્રુજી જાઓ છે. માણસે જ્યારે સરસ કેટ પહેરીને મેટી ગાડીમાં નીકળતા હોય ત્યારે દયા આવે કે આવી મેટી ગાડી છે પણ જ્યારે એને ઇન્કમટેક્ષ ઓફિસર પૂછે છે ત્યારે તે જીભના ચા વળી જાય છે. બહારથી શેઠનું સ્વરૂપ છે, અંદર તે ચેર છે. મન ભાંગી ગયુ છે, મનથી બીકણ છે ચાર કદાચ સમૃદ્ધ બની જાય તે પણ આખરે તે એ ચેર છે. , એમ જ્યાં સુધી આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી તમે ગમે તે કરે, ગમે તેટલી પ્રવૃત્તિ કરે, ગમે તેટલું આચરણ કરે, છતાં એ ઉપરનું છે, બાહ્ય છે, પરપાધિ છે, માગી લાવેલા અલંકારે છે, એક જાતને સેજે છે; અને એ સેજે તંદુરસ્તી તે નથી જ. " તમે અંદરની શકિતને પેદા કરે. દુબળા થાઓ તો વધે નહિ પણ તંદુરસ્ત થાઓ. પાતળા હો એને વાંધો નથી.