________________
[૧૬]
આપણું સંસ્કાર ધન આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી પોતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતે હોય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ વિદ્યાનું આ દર્શન છે.
જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. શાશ્વત અને અશાશ્વત એ બેને વિવેકથી જુદા પાડે. એ જુએ કે એક દેડ છે, બીજે આત્મા છે, એક મૂકી જવાનું છે, બીજું લઈ જવાનું છે. આ બંને વિવેક થતાં શાશ્વતને ભેગે અશાશ્વતને ન સાચવે. જરૂર પડે તે એ અશાશ્વતને ભેગે શાશ્વતને ટકાવી રાખે. આવી પ્રજ્ઞા, આવો વિવેક જેનામાં જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તું આત્મા માટે સ્વાધ્યાય કર, પરલેક માટે પ્રયત્ન કર. કારણકે એ જાણ હોય છે કે આ મારે આત્મા શાશ્વત છે, એના ભેગે હું દુનિયાની કઈ પણ અશાશ્વત વસ્તુને સંચય નહિ કરું, શાશ્વત-તત્વને હું હાનિ નહિ પહોંચાડું.
આજે વિદ્યાવાન ઘણા છે પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા? વિદ્યાથી આ દષ્ટિ ન આવે તે માનવું કે માત્ર પુસ્તકિયું જ્ઞાન છે, બીજી રીતે કહું તે માત્ર શબ્દોને સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાજ્ઞ પુરુષ નથી બની શકતે. - તેવી જ રીતે માણસ માત્ર પુસ્તક જ રટી જાય, ' ભણી જાય, યાદ રાખી જાય પણ જરૂર પડે ત્યારે આચરી
ન શકે તે એ ગધેડા પર લાદેલા ચંદન જેવું ગણાય ને?