________________
“વિકાસ”
“વિકાસ” એ તમારી સંસ્થાના માસિકનું નામ છે. હું ઈચ્છું કે એ જ તમારા સૌને જીવન-આદર્શ હે.
વિકાસ! હા, વિકાસ એટલે ખીલવું, હદયને ખેલવું, અંધકારને બહાર ફેંક અને પ્રકાશને સત્કાર કરે.
વિકાસ એ વૃત્તિ નહિ, પ્રવૃત્તિ છે. ગતિ નહિ, પ્રગતિ છે.
કળી એ વિકાસ અભિમુખ બને છે. એ ખીલતી જાય છે અને સૂર્યને પ્રકાશ હદયમાં ભરતી જાય છે. પ્રકાશના સ્પ કળકળીમાંથી સૌદર્ય વિકસે છે.
માણસનું જીવન પણ બિડાયેલી કળી જેવું છે. એ વિકસે તે ભકિત, પ્રેમ અને પ્રભુતાને પ્રકાશ ઝીલી, પિતાના જીવનને સૌંદર્યમગ્ર બનાવી દે.
ઘરના મધ્ય ભાગમાં ફૂલદાનીમાં પુષ્પને ગોઠવે છે, કારણકે એ ખીલી જાણે છે, પ્રકાશને ઝીલી જાણે છે, પિતાના જીવનને વિકાસ કરી જાણે છે. જે પુષ્પ ખીલી જાણે તે માણસનું હૃદય શા માટે ખીલી ન શકે?
ફૂલને વિકાસ માણસના મનને આકર્ષી શકતે હોય તે વ્યક્તિને વિકાસ કેમ ન આકર્ષે ?
[૧૫૩]