________________
[૪]
પૂર્ણને પગથારે
અમીર બની ગયા. કપડાંથી કરેલે ત્યાગ લબ નથી ચાલતે. છ મહિને રંગ ઊતરી જાય છે. ત્યાગને રંગ ક્યારે ટકે? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલાં પીળાં કપડાં ન ભીંજ અને તડકે ન ફરે ત્યાં સુધી રંગ રહે પણ જેવા તડકે ફરે કે રંગ ઊતરી જાય. ઘરે કજિયા થાય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લીધે દીક્ષા લઈ નીકળી પડે એ હળદરિયે રંગ કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યું, જીવનમાં મુશીબત આવી છે.
' ત્યાગ વૈરાગ્યથી આવે છે. વૈરાગ્ય કયારે આવે? જ્ઞાનથી. પુગળની અસારતા સમજાય, પુગળને લીધે મારે ભટકવું પડે છે. તે એ હવે ઓછું કેમ થાય એ વિચારણા જાગે ત્યારે વૈરાગ્ય આવે.
પુદગળના સંગના પરિણામે બધી અવદશાઓ ઊભી થાય છે, અંદરનું સ્વામીત્વ દબાઈ જાય છે અને દાસપણું ઉપર આવે છે. કર્મબંધન વસ્તુમાં નથી પણ આસક્તિમાં છે. વર્ષોની સાધના પછી, વર્ષોના ચારિત્ર્ય પછી, વર્ષોના અભ્યાસ પછી એ તટસ્થતા આવે છે. અનુકૂલ છે કે પ્રતિકૂલ હે પણ દરેક પ્રસંગે ચિત્તમાં સમતા રાખવી એ કંઈ ભાષણથી કે વાતેથી ન થાય. શઠના પ્રત્યે શઠતા કરવી એ સંસારનું કામ છે, શઠના પ્રત્યે પણ સૌજન્ય દાખવવું એ સાધુતાનું કામ છે. આ સમતા એટલે સાધુતા. | આત્મા અમર હોવા છતાં વારંવાર મતના વિચાર આવે છે. માણસને થાય છે કે અણધાર્યું મત આવી જાય તે શું થાય ? ચિંતા થાય છે ને? જે વસ્તુ બનવાની છે એને ભ્રમે એવી બનાવી છે કે જાણે બનવાની નથી. આનું