________________
[૧૬]
પૂણેના પગથારે જોઈએ! તે આ કમળને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણમાં આને સમર્પિત શાને ન કરું ?” અને એ દેડી. આવ્ય, આવીને બુદ્ધનાં ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો.
ભગવાન બુદ્ધે કહ્યું : “વત્સ! તારે શું જોઈએ છે?” . સુદાસે નમ્ર ભાવે કહ્યું : “માત્ર તમારી કૃપા નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય!” .
જે વસ્તુ રાખીએ અને ચેરેને ઉજાગર કરે પડે છે વસ્તુને માટે ભાઈઓને લડવું પડે, પિતા-પુત્રને મન દુઃખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધ શું કહ્યું? “આજની સભામાં સાચો સંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.”
આ વાર્તા ભગવાન બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદગાર થાય એનું નામ તે ધન છે, બાકી બધું ય પૈસો છે.
આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી પણ દેશ, કાળને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે, બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી.
આપણું આ સંસ્કાર ધન શું હતું?
આપણી સંસ્કારગાથાને કવિ કાલીદાસે રઘુવંશમાં નોંધી છે.
शैशवे अभ्यस्त - विद्यानां, यौवने पुरुषार्थीनाम् । वार्धक्ये मुनिवृत्तानां, योगान्ते च तनुत्यजाम् ॥ .