________________
[૨૬]
પૂર્ણ ના પગથારે
શકતા નથી; અને ખીજાની મદદથી મેળવેલી મુક્તિ એ મુકિત નથી હાતી, તે ખીજી ગમે તે વસ્તુ હાઇ શકે. મુકિત મળશે તે આપખળથી જ મળશે. જો પેાતાની સાધનાથી તે નહિં મળે. તે દુનિયાની કોઈપણ વ્યકિતની મદદથી નથી મળવાની; એટલા જ માટે મારા ઉપર જે દુ:ખો આવી રહ્યાં છે એનુ સ્વાગત કરવા માટે મને જ રહેવા દે, વચ્ચે તું
ન આવીશ.”
અરીસા પણ તમને એ જ કહે છે કે તમે સંસારની વસ્તુઓ પ્રત્યે મારી જેમ વર્તા તે પછી તમારા હૃદયના અરીસા ઉપર કોઈ જાતના ડાઘ નહિં પડે. દુ:ખના કે સુખને પડછાયા ચાલ્યા જાય છે પણ હૃદયના અરીસા જે છે એ તેા એ જ રહે છે.
કુંભારને પૂછી જોજો, અગ્નિમાં તપાવ્યા વિના એ કોઇ પણ ઘડાને બજારમાં મૂકે છે? એ જાણે છે કે કાચા ઘડા મારી ઇજ્જત લેશે. પેાતે જ સર્જેલા પેાતાના પ્રિય ઘડાને એ બરાબર અગ્નિમાં તપાવે છે. અને જે ઘડા પાકા થયેલા હાય એને માટે છાતી કાઢીને કહે છે કે આ ઘડો લઇ શકે! છે, એને ટકેારા મારી તપાસી શકે! છે.”
એમ જે ભકત છે એ દુ:ખના તાપમાં તપીતપીને પેાતાની જાતને મજબૂત કરે છે અને એ સંસારને પડકાર કરે છે કે કોઈ પણ ટકારે આ તૂટે તેમ નથી. કુંભાર ઘડાને રિપકવ કરવા જેમ અગ્નિના ઉપયાગ કરે છે તેમ સાધકે આત્માને નિળ કરવા અને કના મેલને દૂર કરવા દુઃખનેા પણ ઉપયોગ કરવાના છે.
મરણ શું છે? કપડાં બદલી નાખવાં તે. અને એમાં પણ જૂના કપડાં બદલવા એ તે વધુ આનંદના વિષય છે.