________________
પૂર્ણની પ્યાસ
[૨૭] વપરાઈ ગયેલાં, ફાટી ગયેલાં, જીર્ણ થયેલાં શરીર પડી જાય તે અફસેસ શે? લગ્નની જેમ મરણને પણ ઉત્સવ માનવ જોઈએ. આ તે વિદાયને ઉત્સવ છે, ક્યાં જાઓ છો? તે કહે : “પ્રભુના ધામમાં જઈએ છીએ.” મૃત્યુ એ તે જીવનની જ એક અવસ્થા છે. અને એટલા જ માટે સિદ્ધો મૃત્યુને ત્યાં થઈને પૂર્ણતામાં પહોંચી ગયા. મૃત્યુ એ મૃત્યુ જ હેત તે એ પૂર્ણતાને કેમ પામત?
પણ તમારી નિર્બળતાએ, તમારી આસકિતઓએ અને તમારી ભેગની તૃષ્ણાએ મૃત્યુને ભયંકર બનાવી દીધું છે. અતિ તૃષ્ણ જીવન પ્રત્યે જાગી છે. આ તૃષ્ણાએ મૃત્યુ એ જીવનની એક અવસ્થા છે એ વાતને ભુલાવી દીધી છે.
ખાસ તે એ સમજવાનું છે કે જેવી રીતે યુવાની એક અવસ્થા છે, ઘડપણ એક અવસ્થા છે, તેવી રીતે મૃત્યુ પણ એક અવસ્થા જ છે. વસ્તુ ટકી રહે અને આકાર બદલાઈ જાય, એનું નામ અવસ્થા કહેવાય. મૃત્યુની પહેલાં પણ જીવન હતું અને મૃત્યુની પછી પણ જીવન રહેવાનું છે, અને પૂર્ણ સત્ય એ છે કે મૃત્યુ જીવનને મારી શકતું નથી. જીવન એ અક્ષય છે, અખંડ છે, શાશ્વત છે. યૌવન અને વાર્ધક્યની જેમ મૃત્યુ માત્ર એક પરિસ્થિતિ છે. આ શૈશવ, આ યૌવન, આ ઘડપણ અને આ મૃત્યુ, આ આકારે બદલાય પણ જીવન જે નિરાકાર છે તે શાશ્વત રહે.
આ ભાવના સર્વત્ર ફેલાવવી જોઈએ. આજ મરણની ભીરુતા આવી છે એનું કારણ ધર્મના નામે સત્યને બદલે, દીવાલે ઊભી કરી છે. દીવાલને લીધે આપણે વહેંચાઈ ગયા છીએ. અને જ્યાં દીવાલ છે ત્યાં પછીનું દર્શન જતું રહે છે.