________________
[૨૮]
પૂર્ણના પગથારે ચક્ષુને અંધાપે આવી જાય તે વધે નથી, પણ વિચારેને અંધાપ ન આવો જોઈએ. ચક્ષુના અંધાપામાં
સ્થૂળ વસ્તુઓ નથી દેખાતી પણ ધારે તે સૂક્ષ્મને અનુભવ કરી શકે. પણ વિચારના અંધાપામાં તે સૂક્ષ્મ વસ્તુઓ જ નથી દેખાતી. અને ચક્ષુ કદાચ ન હોય તે પ્રજ્ઞા વડે કરીને પણ આંતરચક્ષુથી વસ્તુઓ જોઈ શકાય છે, પણ જે આંતરચક્ષુ ચાલી ગયાં, દીવાલમાં મન અટવાઈ ગયું, તે પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના. એટલે વિચારોને અંધાપ એ બહુ ખરાબ છે, સત્યદર્શનની લગન લાગે તે જ આ અંધાપ જાય.
આ દીવાલે તૂટી જાય તે માણસ એક બીજાની નજીક આવે અને જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ માણસમાં વસેલ ચૈતન્યનું દર્શન થતું જાય. આપણી આંખની આડે જેટલાં અંતરાયે છે, જેટલાં આવરણ છે, એ વસ્તુને ઓળખવામાં મુશ્કેલી ઊભી કરે છે. આત્મસત્તાને ઓળખવામાં જે અંતરાય કરનાર કોઈ હોય તે તે સંપ્રદાયનાં આવરણે છે, બીજું કાંઈ નથી.
એટલે મહાપુરુષોએ કહ્યું કે તારે બનવું નથી પડતું, જાણવું પડે છે; લાવવું નથી પડતું, ઓળખવું પડે છે, અને બહારથી મેળવવું નથી પડતું પણ અંદરથી ઉઘાડવું પડે છે.
એક પાંચ વર્ષને રાજકુમાર હતા. એ રાજકુમારને કોઈ ચેરે આવીને ઊઠાવી ગયા; એને પોતાને ત્યાં રાખીને તૈયાર કર્યો. એ રાજકુમાર ચેરેને રાજા બન્યો અને પહેલા નંબરને શિકારી બને. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાજા શિકારે નીકળે છે. ત્યાં પેલે ચોરેને રાજા પણ શિકાર કરવા નીકળે છે. બન્ને જણ મળી જાય